(જી.એન.એસ) તા. 1
હુનાન ,
ચીનના દક્ષિણ ભાગમાં યુઆનશુઈ નદીમાં જહાજ અને બોટ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી જેના પછી જહાજમાંથી તેલ લીકેજથી જળચર જીવો માટે જોખમ વધી ગયું છે. ઓઇલ સ્પીલને સાફ કરવા માટે વપરાતું જહાજ કથિત રીતે એક નાની હોડી સાથે અથડાયું હતું, જેમાં 11 લોકોના મોત થયા હતા અને અન્ય પાંચ ગુમ થયા હતા. જેમની શોધ ચાલી રહી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હુનાન પ્રાંતની યુઆનશુઈ નદીમાં અકસ્માત દરમિયાન 19 લોકો પાણીમાં પડી ગયા હતા, જેમાંથી ત્રણને તે જ દિવસે બચાવી લેવામાં આવ્યા હતા. આ અકસ્માત એવા સ્થળે થયો હતો જ્યાં નદી સરેરાશ 60 મીટર (200 ફૂટ) કરતાં વધુ ઊંડી અને 500 મીટર (1,600 ફૂટ) પહોળી છે. અકસ્માત બાદ ડૂબેલાલોકોની શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.

