Home ગુજરાત 2024 માં રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતા : અંબાલાલ પટેલ

2024 માં રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતા : અંબાલાલ પટેલ

11
0

(જી.એન.એસ),તા.૨૭

અમદાવાદ,

2023 માં આખું વર્ષ ગુજરાતમાં માવઠાનો માર રહ્યો. ત્યારે હવે 2024 ની શરૂઆત પણ આવી રીતે જ થશે. 2024 માં રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર, નવા વર્ષના પ્રારંભમાં જ વાતાવરણમાં મોટો પલટો આવશે. આ દિવસોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ આવશે. તો બીજી તરફ, ડિસેમ્બર પૂરો થવા આવી ગયો છે, છતાં ઠંડીનું નામોનિશાન નથી. આગામી દિવસોમાં અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે. બંગાળની ખાડી અને અરબ સાગરનો ભેજ ભેગો થશે. 29 ડિસેમ્બરના આસપાસ અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે. આ સિસ્ટમની અસરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું થવાની શક્યતા છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેનાથી પણ ગુજરાતમાં માવઠાની શરૂઆત થશે. 

આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતા છે. 1 થી 5જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતનાં પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે. આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી પાંચથી સાત દિવસ વરસાદની શક્યતા નહિવત છે. આગામી દિવસોમાં બે દિવસ તાપમાન યથાવત રહેશે. ત્રીજા દિવસથી તાપમાનમાં વધારો હશે. હાલ ઉત્તર દિશાથી ઉત્તર પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યાં છે. આ વર્ષે વાદળછાયું વાતાવરણ હોવાથી ઠંડીનો ઓછો અનુભવ થશે. અમદાવાદમાં 15.5, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  ક્રિસમસ બાદ શહેરમાં ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી છે. ત્યારે વહેલી સવારે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર ધુમ્મસમય માહોલ જોવા મળ્યો છે. જો કે ડિસેમ્બરમાં પડતી ઠંડી કરતા આ વર્ષે ઠંડી ઓછી અનુભવાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે. આવામાં હવામાન વિભાગે આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર ન થવાને લઈ આગાહી કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆણંદના વલ્લભવિદ્યાનગરમાં 19 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
Next articleનવા વર્ષે પહેલા અઠવાડિયામાં 7 તારીખે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે : સંદીપ પાઠક