Home ગુજરાત નવા વર્ષે પહેલા અઠવાડિયામાં 7 તારીખે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે : સંદીપ...

નવા વર્ષે પહેલા અઠવાડિયામાં 7 તારીખે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે : સંદીપ પાઠક

15
0

પાઠકે કહ્યું કે લોકસભા ચૂંટણી કઈ સીટો પર લડાશે તેનો નિર્ણય તો INDIA ગઠબંધનની કમિટી કરશે

(જી.એન.એસ),તા.૨૭

અમદાવાદ,

આમ આદમી પાર્ટીમાં નંબર બેનો દબદબો ધરાવતા રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે ચોંકાવનારો દાવો કર્યો છે. પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે ભાજપ રાજ્યમાં લોકસભાની પહેલી બેઠક આમ આદમી સામે હારશે. અત્રે જણાવવાનું કે હાલ ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો કબજો છે. એટલું જ નહીં છેલ્લી બે લોકસભા ચૂંટણીથી કોંગ્રેસને એક પણ સીટ મળી નથી.  અમદાવાદમાં યોજાયેલી પ્રદેશ કારોબારી બેઠકમાં કરેલા સંબોધનમાં પાઠકે એમ પણ કહ્યું કે નવા વર્ષે પહેલા અઠવાડિયામાં 7 તારીખે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. તેમણે વિધાયક દળના નેતા ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન સાથે મુલાકાત પણ કરી. પાર્ટી કાર્યકારિણી બેઠકમાં તેમને મંચ પર બેસાડવામાં આવ્યા. નોંધનીય છે કે ચૈતર વસાવા વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગના મામલે પહેલી પત્ની અને પીએ સહિત કેટલાક અન્ય સાથે હજુ પણ જેલમાં છે. પાઠકે એમ પણ કહ્યું કે 7 જાન્યુઆરીએ કેજરીવાલ ગુજરાત આવશે. તેઓ ચૈતર વસાવાની વિધાનસભામાં સભા કરશે. પાર્ટી નેતાઓ સાથે બેઠક પણ કરશે. અરવિંદ કેજરીવાલ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આવશે. તેમણે  કહ્યું કે આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી મજબૂતાઈથી લડશે અને સારું પરિણામ લાવશે. તેમણે આ સાથે એમ પણ કહ્યું કે ચૈતર વસાવાના ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે, ભાજપને ચૈતર વસાવાથી જોખમ મહેસૂસ થઈ રહ્યું છે. આ ઉપરાંત સંદીપ પાઠકે કહ્યું કે આજે ગુજરાતમાં મોટા પાયે નશીલી દવાઓ મળી રહી છે. 

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રભારી ડો. સંદીપ પાઠકે કહ્યું કે ગત વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના 40 લાખથી વધુ મતદારોએ આપને મત આપ્યો હતો. એ વાત ભાજપને હજુ પણ પચી રહી નથી. આથી તેઓ આપ વિરુદ્ધ ષડયંત્ર રચે છે. પાઠકે પ્રદેશ કાર્યાલયમાં વિધાયક ચૈતર વસાવાની ધર્મ પત્ની અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી અને મદદ માટે આ શ્વાસન આપ્યું. પાઠકે કહ્યું કે લોકસભા ચૂંટણી કઈ સીટો પર  લડાશે તેનો નિર્ણય તો INDIA ગઠબંધનની કમિટી કરશે. અમે જોયું છે કે ચૈતર વસાવા એક ખુબ લોકપ્રિય નેતા છે, આથી અમે નિશ્ચિત થઈ શકીએ છીએ કે જો ભાજપ ગુજરાતમાં કોઈ પહેલી સીટ હારશે તો તે ચૈતર વસાવા સામે હશે. અત્રે જણાવવાનું કે ચૈતર વસાવા ભરૂચ લોકસભા બેઠકથી ચૂંટણી લડશે તેવું નિવેદન પાર્ટી નેતા ગોપાલ ઈટાલિયાએ આપ્યું હતું.  તેમણે એક સવાલના જવાબમાં એમ પણ કહ્યું કે જ્યારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 5 સીટ જીતી છે ત્યારથી ભાજપ પોતાની તમામ મહેનત છોડીને આપના વિધાયકોને તોડવામાં લાગ્યો છે. એ વાત ગુજરાતની જનતા પણ જાણે છે. વિસાવદરના લોકોએ આપને મત આપ્યો હતો. જ્યારે પણ ત્યાં ફરીથી ચૂંટણી થશે તો આપ ફરી જીતશે. વિધાયક તોડવાના કામને કારણે લોકો ભવિષ્યમાં પણ ભાજપને યાદ રાખશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article2024 માં રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતા : અંબાલાલ પટેલ
Next articleગાઝામાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોના મૃતદેહ સુરક્ષિત નથી, ઈઝરાયલના સૈનિકો દ્વારા કિડની – લીવર કાઢવામાં આવી રહ્યાં છે