Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી 1 જાન્યુઆરીથી ગૂગલ પે, પેટીએમ અને ફોન પેના UPI આઈડી બંધ થઈ...

1 જાન્યુઆરીથી ગૂગલ પે, પેટીએમ અને ફોન પેના UPI આઈડી બંધ થઈ જશે, કારણ ચોંકાવનારૂ

21
0

(GNS),19

ઘણા યુઝર્સની યૂપીઆઈ આઈડીને 31 ડિસેમ્બરથી બંધ કરવાનો આદેશ NPCIએ આપ્યો છે. NPCIએ ગૂગલ પે, પેટીએમ અને ફોન પેને એક સર્ક્યુલર જાહેર કરતા કહ્યું છે કે જે યૂપીઆઈ આઈડી એક વર્ષથી એક્ટિવેટ નથી, એટલે કે જે યૂઝર્સે એક વર્ષથી પોતાના કોઈ યૂપીઆઈ આઈડીથી લેણદેણ કરી નથી તો તેને 31 ડિસેમ્બર 2023 પછી બંધ કરી દેવામાં આવશે…

શું છે NPCI?.. જે જણાવીએ, NPCI એક નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન છે, જે ભારતના રિટેલ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ છે. એટલે કે ફોન પે, ગૂગલ પે અને પેટીએમ જેવી એપ્સ આ ગાઈડન્સ પર કામ કરે છે, સાથે જ કોઈ પ્રકારના વિવાદની સ્થિતિમાં પણ NPCI મધ્યસ્થીની ભૂમિકા ભજવે છે…

શું કહે છે NPCIનો નિયમ?.. જે જણાવીએ, NPCIના સર્ક્યુલર મુજબ 1 વર્ષથી ઉપયોગ ના કરવામાં આવેલા યૂપીઆઈ આઈડીને બંધ કરવાનું કારણ યૂઝર સિક્યોરિટી છે. હાલમાં ઓનલાઈન ફ્રોડના ઘણા કેસ સામે આવી રહ્યા છે. જ્યાં ઓનલાઈન યૂપીઆઈ આઈડીથી પણ કૌભાંડ થઈ રહ્યા છે. ત્યારે ઓનલાઈન યુપીઆઈથી થતાં કૌભાંડને રોકવા માટે NPCIએ આ આદેશ આપ્યો છે. ઘણી વખત યૂઝર્સ પોતાના જૂના નંબરને ડીલિંક કરીને નવુ આઈડી બનાવી લેતા હોય છે, જે ફ્રોડનું કારણ બની શકે છે. ત્યારે NPCI તરફથી જુના આઈડીને બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસિનેમા જગતના વધુ એક ફિલ્મ એક્ટરનો મળ્યો મૃતદેહ
Next articleજૂનાગઢમાં 23 થી 27 નવેમ્બર ગિરનારની લીલી પરિક્રમા