Home મનોરંજન - Entertainment ૫૦ લાખનાં સવાલ પર અટક્યો ગુજરાતનો વિમલ

૫૦ લાખનાં સવાલ પર અટક્યો ગુજરાતનો વિમલ

40
0

(જી.એન.એસ),તા.૧૮
મુંબઈ
ક્વિઝ શૉ ‘કૌન બનેગા ગરોડપતિ ૧૪’માં અત્યાર સુધીમાં ઘણાં સ્પર્ધકોની કિસ્મત ચમકાવી દીધી છે. ૭ ઓગસ્ટ ૨૦૨૨નાં શરૂ થયેલાં આ શૉમાં દેશનાં અલગ અલગ વિસ્તારમાંથી સ્પર્ધકો આવ્યાં અને અઘરા અઘરા પ્રશ્નોનાં જવાબ આપી લાખો રૂપિયા જીતી ગયા છે. જાેકે, અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવેલાં દ્ભમ્ઝ્રનાં ૧૪માં સિઝનમાં અત્યાર સુધીમાં કોઇ સ્પર્ધક કરોડપતિ નથી બન્યું. પણ લખપતિ ઘણાં લોકો બની ગયા છે. ગુજરાતનો વિમલ કેબીસીથી લખપતિ બની ગયો છે. ગુજરાતમાં રહેનારો વિમલ અમિતાભ બચ્ચનની સાથે મસ્તી કરતાં ગેમને આગળ વધારીને સારી રીતે રમ્યો તેણે ૨૫ લાખ રૂપિયા જીત્યા તે ૫૦ લાખ રૂપિયા પણ જીતી શકતો હતો પણ તે આ અઘરાં પ્રશ્નનો જવાબ ન આપી શક્યો. ગુજરાતનાં વિમલે આમ તો ઘણું સુંદર રમીને ૨૫ લાખ રૂપિયા જીતી લીધા. પણ ૫૦ લાખ રૂપિયાનાં સવાલ પર તે અટકી ગયો. તેને પુછવામાં આવ્યું, ‘આમાંથી કયાં ભારત રત્ન વિજેતાનો જન્મ અને મૃત્યુ બંને જ ભારતની બહાર કોઇ અન્ય દેશમાં થયું હતું’ તેનાં ઓપ્શન છે, છ. લાલ બહાદુર શાસ્ત્રી, મ્. મૌલાના અબુલ કલામ આઝાદ, ઝ્ર. મદર ટેરેસા અને ડ્ઢ. જે આરડી ટાટા. અને તેનો સાચો જવાબ છે ડ્ઢ. જે આરડી ટાટા. વિમલ આ સવાલનો જવાબ નહોતો માલૂમ અને તેની પાસે કોઇ લાઇફલાઇન પનણ ન હતી. એવામાં તેણે સમજદારી દાખવીને ગેમ ક્વિટ કરવાનો ર્નિણય કર્યો. અને ૫૦ લાખનો મોહ ન રાખીને ૨૫ લાખ રૂપિયા મેળવી સંતુષ્ટિ મેળવી. તેનો આ ર્નિણયનો સૌ કોઇએ વખાણ્યો. વિમલ ૨૫ લાખ રૂપિયા લઇ તેનાં ઘરે ગયો. શો દરમિયાન વિમલે ખુલાસો કર્યો કે તેની ઉપર ૯ લાખ રૂપિયાનું દેવું છે. અને તે ભાવુક થઇ ગયો. એટલું જ નહીં પોતાની જીતેલી રકમથી તે તેનાં પરિવારનું દેવું ચુકવશે તેમ તેણે જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમારે કોઈ પુરુષની જરૂર નથી ઃ અભિનેત્રી કનિષ્કા સોની
Next articleઓવરસ્માર્ટ બનવામાં કેબીસીમાં એમપીની વૈષ્ણવીનો જવાબ ખોટો પડ્યો