Home દેશ - NATIONAL ૨૪ જુનથી અગ્નિપથ ભરતી એરફોર્સમાં ભરતી થશે

૨૪ જુનથી અગ્નિપથ ભરતી એરફોર્સમાં ભરતી થશે

42
0

(જી.એન.એસ),તા.૧૮
નવીદિલ્હી
સશસ્ત્ર સૈન્ય બળોમાં ભરતી માટે કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલી અગ્નિપથ યોજના સામે દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનથઇ રહ્યા છે. પ્રદર્શનકારીઓ સરકારી સંપત્તિઓને નિશાન બનાવી રહ્યા છે. ખાસ કરીને ભારતીય રેલવેને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ઘણી યાત્રી ટ્રેનોને આગના હવાલે કરી દેવામાં આવી છે. તો ઘણા રેલવે સ્ટેશનો પર તોડફોડ કરવામાં આવી છે. બેકાબૂ હિંસક પ્રદર્શનને જાેતા બિહારના ગૃહ વિભાગે હાઇ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં રેલવે એસપી, જિલ્લા કલેક્ટર, વરિષ્ઠ પોલીસ અધિક્ષક જેવા આલાઅધિકારીઓને એલર્ટ પર રહેવા કહેવામાં આવ્યું છે. બિહારમાં હિંસક પ્રદર્શનના મામલે અત્યાર સુધી ૧૦૦થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ૨૪થી વધારે લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.દેશભરમાં અગ્નિપથ યોજનાને લઇને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે થલ સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ શુક્રવારે જણાવ્યું કે ૨૦૨૨ના ભરતી ચક્ર માટે ઉંમર વધારીને ૨૩ વર્ષ કરવાનો સરકારનો ર્નિણય મળ્યો છે. આ ર્નિણય આપણા ઉર્જાવાન અને દેશભક્ત યુવાઓ માટે એક તક પ્રદાન કરશે. જે કોવિડ મહામારી છતા ભરતીમાં સામેલ થવા માટે તૈયાર કરી રહ્યા હતા. જે છેલ્લા બે વર્ષમાં કોવિડના પ્રતિબંધોના કારણે પુરી થઇ શકી નથી. થલ સેના પ્રમુખ જનરલ પાંડેએ કહ્યું કે જલ્દી ભરતી પ્રક્રિયા શરુ થવાની છે. આગામી ૨ દિવસોની અંદર http://joinindianarmy.nic.in પર નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. આ પછી આપણી સેના ભરતી સંગઠન પંજીકરણ અને વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરશે. જ્યારે સુધી ભરતી પ્રશિક્ષણ કેન્દ્રો પર જનારા અગ્નિવીરોનો સવાલ છે તો કેન્દ્રો પર આ ડિસેમ્બર (૨૦૨૨)થી અગ્નિવીરોની પ્રથમ બેચનું પ્રશિક્ષણ શરુ થશે. અમે આપણા યુવાનોને આહ્વવાન કરીએ છીએ કે ભારતીય સેનામાં અગ્નિવીર રુપમાં સામેલ થવાની આ તકનો લાભ ઉઠાવો. આ દરમિયાન વાયુ સેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ કહ્યું કે આ જાહેરાત કરતા મને આનંદ થઇ રહ્યો છે કે ભરતી માટે ઉંમરને સંશોધિત કરીને ૨૩ વર્ષ કરી દેવામાં આવી છે. જેનાથી યુવાઓને લાભ મળશે. ભારતીય વાયુ સેના માટે ભરતી પ્રક્રિયા ૨૪ જૂનથી શરુ થશે. આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે સવારે યુવાઓને ભરતીની તૈયારી કરવા અને આ યોજનાનો લાભ ઉઠાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અગ્નિપથ યોજના ભારતના યુવાનોને દેશની રક્ષા વ્યવસ્થા સાથે જાેડાવવા અને દેશની સેવા કરવાની એક શાનદાર તક આપે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસિદ્ધુ મૂસેવાલા હત્યા સમયે સંતોષ જાધવ ગુજરાતમાં જ હતો : ખુલાસો
Next articleબિશ્નોઈ ગેંગના હિટ લિસ્ટમાં કરણ જાેહરનું પણ નામ