Home ગુજરાત સિદ્ધુ મૂસેવાલા હત્યા સમયે સંતોષ જાધવ ગુજરાતમાં જ હતો : ખુલાસો

સિદ્ધુ મૂસેવાલા હત્યા સમયે સંતોષ જાધવ ગુજરાતમાં જ હતો : ખુલાસો

51
0

(જી.એન.એસ),તા.૧૮
પંજાબ
પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના હત્યાકાંડમાં ગુજરાતથી પકડાયેલ સંતોષ જાધવના નિવેદન પ્રમાણે જ્યારે પંજાબ પોલીસે તેની તસવીર જાહેર કરી તો તે ડરી ગયો હતો. તેને પકડી જવાનો ડર લાગ્યો હતો જે પછી તેણે માથાના વાળ કપાવી નાખ્યા હતા અને દાઢી-મૂછ કાઢી નાખી હતી. પહેરવેશ બદલીને હોટલથી ચેક આઉટ કરી દીધું હતું. સંતોષ જાધવના મતે માહોલ ખરાબ થતો જાેઈને તેણે નેપાળ ભાગવાની યોજના બનાવી હતી પણ તેને અંદાજ હતો કે તેની તસવીર દરેક સ્થાને આવી ચૂકી છે આવા સમયે મુવમેન્ટ કરવા પર તે પકડાઇ શકે છે. જેથી તેણે ભૂજમાં પોતાના સાથી નવનાથ સૂર્યવંશીનો સંપર્ક કર્યો હતો અને થોડાક દિવસો માટે તેને સંતાડવાની વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું. નવનાથ સૂર્યવંશીએ માંડવીમાં એક ખંડર જેવા ઘરમાં તેના રહેવાની વ્યવસ્થા કરી હતી. નવનાથે તેને પોતાનો હેન્ડસેટ પણ આપ્યો હતો જેથી તે જલ્દીથી જલ્દી નીકળી શકે. સંતોષ જાધવના મતે તેને ટીવી, સોશિયલ મીડિયા કે દરેક સ્થાનની તલાશીની જાણકારી નવનાથ સૂર્યવંશી જ આપી રહ્યો હતો. બે ટાઇમનું જમવાનું અને જરુરી વસ્તુઓની વ્યવસ્થા પણ નવનાથે કરી હતી. સંતોષના મતે તેના માટે સમજવું મુશ્કેલ થઇ રહ્યું હતું કે કોના પર વિશ્વાસ કરવો અને કોના પર નહીં. આ પછી પૂણે પોલીસે તેની ધરપકડ કરી હતી. તેના નિવેદનની ખરાઇ કરવા માટે પૂણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુન્દ્રા પોર્ટ હોટલમાં તપાસ કરવા માટે રવાના થઇ ગઈ છે. જે સીસીટીવી ફૂટેજ પણ કલેક્ટ કરશે.પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના હત્યાકાંડમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા ગુજરાતથી સંતોષ જાધવની ધરપકડ કરવામાં આવી હતી. જાેકે તેણે હત્યાકાંડમાં હાથ હોવાનો ઇન્કાર કર્યો છે. પૂણે ક્રાઇમ બ્રાન્ચના મતે સંતોષ જાધવની ધરપકડ પછી તેણે પૂછપરછમાં સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સામેલ હોવાથી ઇન્કાર કર્યો હતો. સંતોષ જાધવે પોતાના નિવેદનમાં કહ્યું કે જે દિવસે સિદ્ધુ મુસેવાલાની હત્યા થઇ તે દરમિયાન તે ગુજરાતમાં મુન્દ્રા પોર્ટ પાસે એક હોટલમાં રોકાયેલો હતો. હત્યાના ૩ દિવસ પહેલા અને હત્યા પછી કુલ ૭ દિવસો સુધી તે આ જ હોટલમાં જ રોકાયેલો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાન મોદીના માતાએ વર્ષો પહેલા કહ્યું હતું કે નરેન્દ્ર વડાપ્રધાન બનશે
Next article૨૪ જુનથી અગ્નિપથ ભરતી એરફોર્સમાં ભરતી થશે