Home દેશ - NATIONAL દેશની ૭૦૦ બોગસ કંપનીઓના ઠેકાણા પર ઇડીના દરોડા

દેશની ૭૦૦ બોગસ કંપનીઓના ઠેકાણા પર ઇડીના દરોડા

315
0

(જી.એન.એસ), તા.૧
એન્ફોર્સમેન્ટ ડિરોકટેરેટ (ઇડી) દેશભરમાં બ્લેકમનીની વિરૂદ્ધ મોટું ઑપરેશન ચલાવી રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે ઇડીના અધિકારીએ એક સાથે ૭00 બોગસ કંપનીઓના ઠેકાણા પર દરોડા પાડી રહી છે. ટીવી રિપોર્ટમાં જણાવાય રહ્યું છે કે નોટબંધી બાદ પૈસા ખપાવા માટે નકલી કંપનીઓ બનાવામાં આવી. અધિકારીઓને શંકા છે કે આ કંપનીઓ દ્વારા વિદેશમાં પૈસા મોકલી દેવાયા છે.
હાલ 16 રાજ્યોની અંદાજે ૭00 ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. ઇડીના સંખ્યાબંધ અધિકારી અમદાવાદ, કોલકત્તા, દિલ્હી, બેંગલુરૂ, મુંબઇ, ચંદીગઢ, પટના, હૈદ્રાબાદ, ચૈન્નાઇ, કોચ્ચી વગેરેમાં ચાલી રહેલા દરોડ અભિયાનમાં જોડાયેલા છે. મળતી માહિતી પ્રમાણે તો અત્યાર સુધીમાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી ચૂકયા છે અને અંદાજે સો કરોડના લેવડ-દેવડની માહિતી મળી છે.
સમગ્ર દેશમાં દરોડા પડતા કેટલાંય લોકો હક્કાબક્કા થઇ ગયા છે. સંભવાના છે કે કેટલાંય લોકોની પોલ ખુલી જશે. એક ખાનગી ન્યૂઝ ચેનલને ઇડીના ડાયરેકટર કર્નલ સિંહને કહ્યું કે એન્ટ્રી ઓપરેટર અને શેલ કંપની કાળા નાણાંને સફેદ કરવા માટે પંકાયેલ છે. બ્લેકમનીના આ રમતમાં જે પણ સામેલ હશે તેને છોડાશે નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહવે ધાર્મિક સંપ્રદાયોમાં સાધુ બનવા સરકારી સર્ટિફિકેશન અનિવાર્ય બનશે
Next articleમધ્યપ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EVM મશીનમાં ગડબડી, અધિકારીએ બે બટન દબાવ્યા પ્રિન્ટ કમળના ચિહ્નવાળી નીકળી, અધિકારીએ ખબર નહી છાપવા પત્રકારોને ઘમકાવ્યા