Home દેશ - NATIONAL મધ્યપ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EVM મશીનમાં ગડબડી, અધિકારીએ બે બટન દબાવ્યા પ્રિન્ટ...

મધ્યપ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EVM મશીનમાં ગડબડી, અધિકારીએ બે બટન દબાવ્યા પ્રિન્ટ કમળના ચિહ્નવાળી નીકળી, અધિકારીએ ખબર નહી છાપવા પત્રકારોને ઘમકાવ્યા

427
0

(જી.એન.એસ), તા.૧ ગ્વાલિયર
રાજ્યમાં શુક્રવારે ડમી (નકલી) EVM અને VVPAT (વોટર વેરિફાઇડ પેપર ઓડિટ ટ્રેલ) પર સવાલો ઉઠાવવામાં આવ્યા. અટેર અસેમ્બલી પેટાચૂંટણીની તૈયારીઓનું નિરીક્ષણ કરવા પહોંચેલી ચીફ ઇલેક્શન ઑફિસર (સીઇઓ) સલીના સિંહે જ્યારે ડમી EVM ના બે અલગ-અલગ બટન દબાવ્યા તો VVPAT માંથી કમળના ચિહ્નવાળી પ્રિન્ટ નીકળી. મશીનોની તપાસ દરમિયાન પહેલા EVM ના ચોથા નંબરનું બટન દબાવવામાં આવ્યું. VVPATમાંથી નીકળેલી ચબરખીમાં સત્યદેવ પચૌરીનું નામ અને કમળનું ફૂલ છાપેલું હતું. ફરીથી કોઇ બીજું બટન દબાવવામાં આવ્યું, ત્યારે પણ કમળનું ફૂલ છપાયું. જોકે, ત્રીજી વાર જ્યારે એક નંબરનું બટન દબાવ્યું તો પંજો નીકળ્યો.
જ્યારે મીડિયાકર્મીઓએ આ ગરબડ બાબતે ઑફિસર સલીના સિંહને પ્રશ્નો કર્યા તો તેમણે હળવા અંદાજમાં કહ્યું, ખબર છાપી તો પોલીસસ્ટેશન મોકલી દઇશ. ત્યારબાગ લહારના એમએલએ ડૉ. ગોવિંદ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ લગાવ્યો કે, બીજેપી EVM માં છેડછાડ કરીને પેટાચૂંટણી જીતવા માંગે છે. તેમણે કહ્યું કે સલીના સિંહ પાસેથી ટ્રાન્સપરન્સીની આશા નથી. સલીનાએ આ મામલે કહ્યું, એમપીમાં પહેલીવાર EVM સાથે VVPAT મશીનનો ઉપયોગ થઇ રહ્યો છે. લોકો વોટિંગ પછી 7 સેકંડ સુધી આપેલા વોટને જોઇ શકશે. આ ઇલેક્શન માટે સંપૂર્ણ સુરક્ષિત છે.
અટેર સીટ પર અહીંના વોટર્સે 1952થી લઇને 2013 સુધી કોઇપણ વ્યક્તિને સતત બે વાર જીતવા દીધો નથી. હરજ્ઞાન બોહરે અને સત્યદેવ કટારે જીત્યા ખરા, પરંતુ બંને જીત વચ્ચે ગેપ હતો. આ વખતે સત્યદેવની જગ્યાએ તેનો દીકરો મેદાનમાં છે. તેના પરિણામો રસપ્રદ હશે. 1952માં કોંગ્રેસના બાબૂરામ ખેરી જીતીને પહેલા સાંસદ બન્યા, પરંતુ બીજીવાર 1957માં હરજ્ઞાન બોહરેથી હારી ગયા હતા. આ સીટ પર બીજેપીનું ખાતું જનસંઘના રૂપમાં 1977માં ત્યારે ખૂલ્યું હતું જ્યારે શિવશંકર સમાધિયાએ બાજી મારી હતી. ઇમરજન્સી પછી થયેલા આ ઇલેક્શનમાં કોંગ્રેસને ખરાબ રીતે હાર મળી હતી. 1985માં કોંગ્રેસના નેતા કટારે અટેરની રાજનીતિમાં ધૂમકેતુની જેમ ચમક્યા, પરંતુ તેમણે 1990માં મેદાન છોડી દીધું. 1993માં કટારે ફરી ચૂંટણી લ઼ડ્યા અને જીત્યા. 1998માં થયેલા ઇલેક્શનમાં કટારેએ ગેપ લીધો અને સતત બે વાર સાંસદ ન બનવાથી બચી ગયા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદેશની ૭૦૦ બોગસ કંપનીઓના ઠેકાણા પર ઇડીના દરોડા
Next articleઆજથી સર્વિસ ચાર્જ અને પેનલ્ટીનાં નામે બેંકો પોતાનું નુકસાન વસૂલશે