Home ગુજરાત હવે ધાર્મિક સંપ્રદાયોમાં સાધુ બનવા સરકારી સર્ટિફિકેશન અનિવાર્ય બનશે

હવે ધાર્મિક સંપ્રદાયોમાં સાધુ બનવા સરકારી સર્ટિફિકેશન અનિવાર્ય બનશે

1132
0

(જી.એન.એસ), તા.૧
હજી સુધી એવું કહેવાતું હતું કે કંઈ ના કરવું હોય તો બાવો બની જા પણ હવે બાવો બનવું પણ સહેલું નહીં રહે. છેલ્લા કેટલાક સમયથી કેટલાક ધર્મ સંપ્રદાયોમાં સાધુ-બાવાઓની પાપલીલાઓ બહાર આવ્યા બાદ તેના સફાયા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ બની છે. આગામી જૂન મહિનાથી તમામ ધાર્મિક સંપ્રદાયોમાં સાધુ બનવા માટે સરકારી સર્ટિફિકેશન અનિવાર્ય બનશે. સાધુજીવનમાં પ્રવેશ અગાઉ ધર્મપરીક્ષાઓ આપવી પડશે, જેમાં પાસ થયા બાદ જ સર્ટિફિકેશનની કાર્યવાહી આગળ ધપશે.
તાજેતરમાં પોંડિચેરી ખાતે એચઆરડી મંત્રી પ્રકાશ જાવડેકરની અધ્યક્ષતામાં દેશના મોટાભાગના ધર્મસંપ્રદાયના વડાઓની બેઠક યોજાઈ હતી, જેમાં આ મુદ્દે સઘન ચર્ચા કરવામાં આવી હતી અને સર્વાનુુમતે આ નિર્ણય સ્વીકારી લેવાયો હતો. આ માટે એક સેન્ટ્રલ કાઉન્સિલની રચના થશે. આ અગત્યની શરૃઆત ગુજરાતથી થશે. ગુજરાતના પાઇલટ પ્રોજેક્ટ માટે રૃ. ૧૩૦ કરોડની માતબર રકમની ફાળવણી પણ કરવામાં આવી છે. ગુજરાત બાદ અન્ય રાજ્યોમાં ક્રમશઃ લાગુ પડાશે. સૂત્રોના જણાવ્યા મુજબ શરૃઆતમાં જૂનાગઢ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં અને આ વર્ષના અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં નવો નિયમ લાગુ પાડવામાં આવશે. આ મુદ્દે હજી પણ કેટલાક સંપ્રદાયોમાં વિરોધ છે. ખાસ કરીને મુસ્લિમ મોલવીઓ નારાજ છે, કારણ કે સાધુ કે મોલવી કોને બનાવવો એ ર્ધાિમક સંસ્થાઓના વડા નહીં, આઈએએસ ઓફિસરો જ નક્કી કરશે. આ પરીક્ષાઓ માટેની કો-ઓર્ડિનેશનની મહત્ત્વની જવાબદારી રાજ્યના સમાજ કલ્યાણ વિભાગને સોંપાઈ છે.
આ નવા કાયદાના અમલ અને નિયમન માટે કેન્દ્ર અને દરેક રાજ્યોમાં એક સેન્ટ્રલ કાઉન્સિલની રચના કરાશે, જેમાં રાજ્યની પ્રતિષ્ઠિત મહાવિદ્યાલયો-મદરેસાઓના પંડિતો અને મોલવીઓ તથા ર્ધાિમક મંડળોના રાષ્ટ્રીય સ્તરના ભારત સરકારના એવોર્ડ અને સિદ્ધિઓ મેળવી ચૂકેલા વિદ્વાનોને જ રાજ્યદીઠ પ્રતિનિધિત્વ મળશે.
આ સર્ટિફિકેશનમાં પારદર્શકતા લાવવા માટે આવેદનથી માંડીને પરીક્ષા સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઇન હશે, એટલું જ નહીં તમામ ધર્મોની પરીક્ષા માટેના સિલેબસ તૈયાર કરવા માટે પણ સંબંધિત કમિટીઓને સૂચના અપાઈ ગઈ છે. જે તાકીદનાં ધોરણે પોતાની કામગીરી શરૂ કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articlePMની નાગરિકોને રિટર્ન ગિફ્ટ: જૂની નોટના સહારે કરો હવાઇ મુસાફરી
Next articleદેશની ૭૦૦ બોગસ કંપનીઓના ઠેકાણા પર ઇડીના દરોડા