Home મધ્ય ગુજરાત અમદાવાદ હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડકોર્ટના સંચાલકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ, વેપાર – ઉદ્યોગ સાથે સંકળાયેલા...

હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડકોર્ટના સંચાલકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ, વેપાર – ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મચારીઓને મતાધિકાર વિશે જાગૃત કરવા વિવિધ પ્રયાસો

30
0

મતદાન જાગૃતિ માટે સમાજના તમામ વર્ગોને સ્પર્શતો Turnout Implementation Plan – TIP

(જી.એન.એસ) તા. 25

અમદાવાદ,

ભૂતકાળમાં ૫૦ ટકા કે તેથી ઓછું મતદાન હોય તેવી ૪૦ સોસાયટી અને પુરુષ- સ્ત્રી મતદાનમાં ૧૦ ટકા કે તેથી વધુ તફાવતવાળી ૩૫ સોસાયટીઓમાં જઈને લોકોને જાગૃત કરાયા

શાળાઓમાં હજારો વિદ્યાર્થીઓ,શિક્ષકો અને વાલીઓએ મતદાન કરવા-કરાવવાના સામૂહિક શપથ ગ્રહણ કર્યા. લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાનના લક્ષ્યને પાર પાડવા ચૂંટણી તંત્ર દ્વારા તૈયાર કરાયેલા Turnout Implementation  Plan – TIP- ૨૦૨૪ અંતર્ગત સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં ફૂડ વિભાગના એફ.એસ.ઓ. દ્વારા તા.૨૩.૦૪.૨૦૨૪ના રોજ ઓઢવ, વસ્ત્રાલ વોર્ડમાં આવેલ હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ કોર્ટ સાથે સંકળાયેલા વેપારીઓને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત  મતદાન જાગૃતિ અંતર્ગત આંગણવાડીઓ દ્વારા ચાલતી SVEEPની પ્રવૃતિમાં ૨૧૨૮ આંગણવાડીમાં રંગોળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કુલ ૮૭૨૮ લોકોએ રંગોળી તૈયાર કરવામાં ભાગ લીધો. સાથોસાથ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા મતદાન જાગૃતિ માટે જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં ઘર મુલાકાત અને સામુહિક શપથ કાર્યક્રમ યોજવામાં આવ્યા. જેમાં આંગણવાડી કાર્યકર અને શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી ૧૦૬ સોસાયટી અને ફળિયા વિસ્તારની મુલાકાત જેમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યા. જેમાં ૪૮૭૦થી વધારે લોકો સહભાગી બન્યા હતા.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા પણ  SVEEP અંતર્ગત સામુહિક મતદાન શપથની પ્રવૃત્તિ કરવામાં આવી છે, જેમાં કુલ ૩૦,૦૩૦ વ્યક્તિઓએ ભાગ લીધો.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ શહેર દ્વારા મતદાન જાગૃતિ સબબ સામુહિક શપથની કામગીરીમાં અંદાજે ૩૩૯ શાળાઓમાં ૩૭,૦૮૦ વિદ્યાર્થીઓ, ૩૨૪૦ શિક્ષકો અને અને ૨૨૪૦ જેટલા વાલીઓ સામેલ થયા હતા અને ૫૫૦૦ સંકલ્પપત્રોનું એકત્રીકરણ કરવામાં આવ્યું.

જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા SVEEP અંતર્ગત અસરકારક કાર્યવાહી કરવાના હેતુસર વિરમગામ, ધોળકા અને ધંધુકા ખાતે અનુદાનિત અને બિનઅનુદાનિત ૨૫૭ શાળાઓના સંચાલકો સાથે MOU કરવામાં આવ્યા. 15 ડેઝ એક્ટિવિટી અંતર્ગત એક દિવસમાં ૩૦૪ શાળાઓમાં ૪૦૬૫૯ વિદ્યાર્થીઓએ તેમના વાલીઓને મતદાન જાગૃતિ માટે શપથ લેવડાવ્યા હતા.

આ ઉપરાંત સ્કૂલ બોર્ડ અમદાવાદ દ્વારા ભૂતકાળમાં ૫૦ ટકા કે તેથી ઓછુ મતદાન હોય તેવી ૪૦ સોસાયટીની મુલાકાત લીધી અને પુરુષ- સ્ત્રી મતદાનમાં ૧૦ ટકા કે તેથી વધુ તફાવતવાળી ૩૫ સોસાયટીની મુલાકાત લીધી અને મતદાન જાગૃતિ અંગે બેઠક કરી મહત્તમ મતદાન થાય તે માટે સમજ આપી, વોટર અવેરનેસ ફોરમ ફિલ્મ દર્શાવવામાં આવી.

ઔધોગિક એકમો સાથે સંકળાયેલા લોકો અચૂક મતદાન કરે તે હેતુથી શાહીબાગના વૈભવલક્ષ્મી કોમ્પ્લેક્ષ અને સુમેલ-૧૧, શાહપુરના રંગીલા પોળ,  મહેંદી કુવાનું

લીલામણી કોમ્પ્લેક્ષ , ટાટા મોટર્સ- કાંકરિયા અને સુમેલ-૬ જેવાં ઔધોગિક કેન્દ્રો અને વિસ્તારોમાં કાર્યરત લોકોને મતદાન અંગે સમજ આપી અને અચૂક મતદાનના શપથ લેવડાવાયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદ પૂર્વ અને પશ્રિમ લોકસભા બેઠકોમાં વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોને મળી ઘરે બેઠા મતદાન કરવાની તક
Next articleદક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી સેનાએ કર્યો હુમલો