Home દુનિયા - WORLD દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી સેનાએ કર્યો હુમલો

દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી સેનાએ કર્યો હુમલો

29
0
(જી.એન.એસ) તા. 25

બૈરૂત,

લેબનોન સંરક્ષણ પ્રધાન યોગ ગેલન્ટે હુમલા મુદ્દે માહિતી આપી હતી. આ દરમિયાન તેમણે એ નથી જણાવ્યું કે ઈઝરાયેલના સૈનિકોએ સરહદ પાર કરી છે કે નહીં. “મોટાભાગના દળોને સરહદ પર તૈનાત કરવામાં આવ્યા છે. આઇડીએફ દળો હાલમાં દક્ષિણ લેબનોનમાં આક્રમક કામગીરી કરી રહ્યા છે,” ગેલન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું. ઇઝરાયેલી આર્મીને IDF તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે તેણે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહની 40 જગ્યાઓ પર હુમલો કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “થોડા સમય પહેલા, IDF ફાઇટર જેટ્સ અને આર્ટિલરીએ હિઝબોલ્લાના અંદાજે 40 લક્ષ્યો પર હુમલો કર્યો હતો. આ હુમલો ઐતા અલ-શાબની આસપાસ કરવામાં આવ્યો હતો, જેમાં હિઝબોલ્લાહના સ્ટોરેજ અને હથિયારોની સુવિધાઓને પણ નિશાન બનાવવામાં આવી હતી.” સેનાએ કહ્યું કે હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર હુમલા કરવા માટે અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડકોર્ટના સંચાલકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ, વેપાર – ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મચારીઓને મતાધિકાર વિશે જાગૃત કરવા વિવિધ પ્રયાસો
Next articleસેટેલાઇટ તસવીરોમાં થયો ઘટસ્ફોટ: ભારતના સિયાચીન ગ્લેશિયરમા ચીનનો અનઅધિકૃત રોડ