Home ગુજરાત હું કોઇને કાંઇ આપવાનો નથી, જેને ચૂંટણી લડવી હોય તે પૈસા લઇને...

હું કોઇને કાંઇ આપવાનો નથી, જેને ચૂંટણી લડવી હોય તે પૈસા લઇને આવે ઃ બાપુ

646
0

(જી.એન.એસ), અમદાવાદ, તા.5
પુત્ર મહેન્દ્રસિંહ કેમ સાથે નથી..?,ચૂંટણી ફંડ ક્યાથી લાવશો…?પત્રકારોના સવાલોથી ઘેરાયા શંકરસિંહ
રાજ્યના 6 હજાર કિલોમિટરની યાત્રામાં નાના માણસો દ્વારા મળેલા અસાધાારણ સમર્થનને કારણે ખુબ આત્મબળ મળ્યું, લોકોએ રાજપાની મારી ટનાટન સરકારને યાદ કરી

ગુજરાતના રાજકારણમાં સત્તામાં અને વિરોધપક્ષમાં રહી રાજ્યના કદાવર નેતાનુ સ્થાન પામેલા શંકરસિંહ વાઘેલાએ રાજ્યની ચારે દિશાઓ નો પ્રવાસ ખેડ્યા પછી અમદાવાદ એનેક્ષી ખાતે પત્રકાર પરિષદ બોલાવી પોતાની યાત્રા સફળ રહ્યાનો દાવો કર્યો હતો. પરંતુ પત્રકારો માટે ભોજન સાથે યોજેલી પત્રકાર પરિષદમાં અનેક વેધક સવાલોનો મારો ચલાવતાં બાપુ વિશામણમાં મુકાઇ ગયા હતા અને સંતોષકારક જ્વાબો ન આપી શક્યાની છાપ ઉભી થઇ હતી.
બાપુને પુછાયેલા પ્રશ્નોમાં તેમના તમામ સાથી ધારાસભ્યો ભાજપમાં કેમ જોડાઇ ગયા?, તેમનો પુત્ર મહેન્દ્રસિંહ તેમની સાથે કેમ નથી? તેમજ જનવિકલ્પ ભાજપની બી ટીમ છે કે કેમ? જેવા સવાલોથી શંકરસિંહ ઘેરાઇ ગયા હતા, આ ઉપરાંત જો આપ 182 સીટ પર ઉમેદવારો ઉભા રાખવા માંગો છો તો પૈસા ક્યાંથી લાવશો જેવા સવાલો પત્રકારોએ ઉભા કરતાં તેઓએ અધ્ધરતાલ જ્વાબો આપી ટાળવાનો પ્રયત્ન કર્યો હતો
પત્રકાર પરિષદમાં બાપુએ જણાવ્યું હતું કે, જનવિક્લપ દ્વારા રાજ્યના 6 હજાર કિલોમિટરની યાત્રા દરમ્યાન મેં પ્રજાના અંતરમનની વેદના જાણવાનો પ્રયત્ન કર્યો નાના માણસો દ્વારા મળેલા અસાધાારણ સમર્થનને કારણે ખુબ આત્મબળ મળ્યું અને અનેક લોકો મળ્યા સૌએ રાજપા સમયની મારી ટનાટન સરકારને યાદ કરી તે સમયે થયેલા જીલ્લા વિભાજન, મોંઘવારી પરના નિયંત્રણ રાજ્યમાં જળવાઇ રહેલ કાયદો વ્યવસ્થાની સ્થિતીને યાદ કરી ફરી પાછી ટનાટન સરકાર બનાવશો એવો વિશ્વાસ વ્ય કર્યો હતો.
પત્રકારોના પ્રશ્નોના જ્વાબમાં તેઓએ જણાવ્યું હતું કે, મારો પુત્ર મહેન્દ્રસિંહ બે ટર્મથી ધારાસભ્ય છે તે જીલ્લાપંચાયતનો સભ્ય પણ રહી ચુક્યો છે તે પોતાનો નિર્ણય જાતે લેવામાં સક્ષમ છે તેણે શું કરવું તે જાતે જ નક્કી કરશે, ભાજપમાં જોડાયેલા તેમના સાથી ધારાસભ્યો મુદ્દે તેઓએ જણાવ્યું હતું કે, તેઓ જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે જનવિકલ્પની રચના થઇ નહોતી અને તેઓ મારા સમર્થક છે એવું તમે કહો છો મેં ક્યારેય કહ્યું નથી.
જનવિકલ્પ દ્વારા રાજ્યની તમામ 182 સીટો પર ઉમેદવાર ઉભા રાખવાની અને તેના માટેના જરુરી ખર્ચના ફંડ મુદ્દે શંકરસિંહે સ્પષ્ટ જણાવ્યું હતું કે, હું કોઇ ને ખર્ચના પૈસા આપવાનો નથી જે ઉમેદવારને પોકે પૈસા ખરચીને અથવા તેની વ્યવસ્થા કરીને ચૂંટણી લડવી હોય તે અમારી પાસે આવે.
આ ઉપરાંત રાજ્યમાં ત્રિજા વિકલ્પ મુદ્દે બોલતાં તેઓએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં કેશુભાઇને પ્રતિભાવ તો મળ્યો હતો પણ મત મળ્યા નહોતા, પરંતુ સમય સમયની વાત જુદી હોય છે દિલ્હીમાં આપ અને પ.બંગાળમાં મમતા ની સરકાર દાખલા રુપ છે અને મારો જનવિકલ્પ સત્યના પ્રયોગોની જેમ ત્રીજા વિકલ્પનો પ્રયોગ કરવા જઇ રહ્યો છે.
જોકે રાજકીય નિરીક્ષકોના મતે જનવિકલ્પ મોરચો શંકરસિંહે જીંદગી છેલ્લી ભૂલ કરી હોવાનું છે. અમીત શાહની બી ટીમ બની ગુજરાતના પ્રવાસે નિકળેલા બાપુની હાલત જાનૈયા વગરના વરરાજા જેવી થઈ છે. ચાર-પાંચ ગાડીઓના કાફલા સાથે પ્રજાને વચ્ચે નિકળેલા બાપુને પોતાના સ્વાગત માટે ભાડે માણસો લાવવા પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.
ગુજરાતના રાજકારણમાં જનસંઘના કાળથી એક મજબુત રાજનેતાના સ્વરૂપમાં બહાર આવેલા શંકરસિંહ વાઘેલા જ્યાં પણ ગયા ત્યાં તેમને પુરતુ મહત્વ મળ્યુ હતું. રાજકારણના જૂના ખેલાડી હોવાને કારણે સોશીયલ ફેબ્રીકસના તેઓ પોલીટીકલ ડૉકટર હતા જે તેમની જમા બાજુ હતી. ગુજરાતના ભાગ્યે તેવા પૂરતા પ્રયાસો થયા હતા. છતાં સતત નવી વહુની જેમ રીસાઈ જતાં બાપુએ વિધાનસભાની ચુંટણી આવતા ત્રાગુ કરવાની શરૂઆત કરી હતી.
મહત્વકાંક્ષી બાપુએ ફરી એક વખત રાજકિય ગણિત માંડવામાં ખોટા પડયા અને જયારે કોંગ્રેસની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો હતો તેવા જ વખતે તેમણે કોંગ્રેસનો સાથ છોડી દીધો. બાપુ ભાજપમાં ગયા હોત તો પણ વાંધો ન્હોતો પણ હું કોઈની રાજકિય કંઠી પહેરવાનો નથી તેવા બણગાં ફૂંકીને બાપુએ અમીત શાહના નામનો પટ્ટો ગળામાં પહેરી લીધો. બાપુની આ છેલ્લી રાજકિય ઈનીંગ છે. દરેકે કયારેકને કયારેક રમત છોડવી પડે છે પણ બાપુ જે રીતે બદનામ અને નામોશીભરી રીતે રમત છોડશે તેનો રંજ તેમને પોતાને પણ રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાજપ જેવાં મોટા મોલને પણ નફા માટે ગલ્લાની મદદ લેવી પડે !
Next articleમોદીના ચહેરાની ચમક ઉતરી ગઇ,હવે ગુજરાતમાં લોકોની સરકાર બનશે ઃ રાહુલ