Home ગુજરાત ઉત્તર ગુજરાત હું અવશ્ય મતદાન કરીશ….. તેવો સંકલ્પ ગાંધીનગર જિલ્લાના ૩ લાખથી વધુ નાગરિકોએ...

હું અવશ્ય મતદાન કરીશ….. તેવો સંકલ્પ ગાંધીનગર જિલ્લાના ૩ લાખથી વધુ નાગરિકોએ લીઘો :- ગાંધીનગર જિલ્લામાં મતદાન કરીશ તે અંગેના સંકલ્પ અભિયાનનો આરંભ

66
0

ગાંધીનગર જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક અને કોલેજામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ લોકશાહીના અવસરમાં મતદાન કરવાના સંકલ્પ પોતાના વાલીઓને લેવડાવ્યા

(જી.એન.એસ),તા.૨૬

ગાંધીનગર,

ગાંધીનગર: મંગળવાર:
હું અવશ્ય મતદાન કરીશ…. તેવો સંકલ્પ ગાંધીનગરની વિવિધ શાળાઓના બાળકો દ્વારા વાલીઓ અને ગ્રામજનોને લેવડાવવામાં આવી રહ્યો છે. આંગણે લોકસભા સામાન્ય ચૂંટણીનો મહા અવસર આવ્યો છે, ત્યારે શાળાના બાળકો દ્વારા ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મત વિભાગના ૩ લાખથી વઘુ લોકોએ અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લીધો છે.

લોકશાહીના અવસર રૂપ ચૂંટણી હવે, આવી રહી છે, આ લોકશાહીના અવસરમાં મતદાન કરીને સૌ કોઇ સહભાગી બનશે, તેવો સંકલ્પ લેવડાવવાનું અભિયાન ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ સ્વીપ અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે. લોકશાહીનાં અવસરનું મૂલ્ય લોકોને સમજાય અને આ અવસરમાં સહભાગી થવાથી કોઇ ચૂકે નહિ, તેવું આયોજન સ્વીપના નોડલ અધિકારી શ્રી અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ર્ડા. બી.એન. પટેલ અને પ્રાથમિક શિક્ષણધિકારી શ્રી ર્ડા. પિયુષ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.

ગાંધીનગર જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા લોકશાહીના મહામૂલા અવસરમાં સૌ કોઇ સહભાગી બનશે, તેવી ખાતરી સાથે સંકલ્પ લેવડાવવાનું મહા અભિયાન ગાંધીનગર જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે. આ સંકલ્પ લેવડાવવાના અભિયાનમાં ૩,૧૫, ૧૧૨ જેટલા મતદારો પાસે સંકલ્પ પત્રો ભરાવવામાં આવ્યા છે. લોકશાહીના અવસર રૂપી લોકસભાની ચૂંટણીમાં હું અવશ્ય મતદાન કરીશ… તેવો સંકલ્પ આ મતદારોએ લીધો છે. જેમાં દહેગામમાં ૫૦,૯૭૭, ગાંધીનગરમાં ૧,૬૦,૬૭૨, કલોલમાં ૭૦,૮૬૯ અને માણસામાં ૩૨,૫૯૪ વિદ્યાર્થીઓ દ્વારા તેમના વાલીઓ અને નજીકના પાડોશીઓને સંકલ્પ પત્રો ભરાવીને લોકશાહી દેશમાં મતદાન કરવાની પોતાની નૈતિક ફરજને પ્રત્યેક્ષ રીતે યાદ કરાવી છે. આ લોકશાહીના અવસરમાં તેઓ અવશ્ય મતદાન કરશે, તેવા સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા છે.

હું અવશ્ય મતદાન કરીશ…. તેવા સંકલ્પ અભિયાન થકી હજુ અનેક નાગરિકોને સંકલ્પ લેવડાવવાનું આયોજન કરાયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેએ ગાંધીનગર(ઉ) મત વિભાગમાં ચૂંટણીમાં ફરજ અદા કરનાર અધિકારી- કર્મચારીઓ સાથે બેઠક યોજાઇ
Next articleયુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું