Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેએ ગાંધીનગર(ઉ) મત વિભાગમાં ચૂંટણીમાં ફરજ...

ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેએ ગાંધીનગર(ઉ) મત વિભાગમાં ચૂંટણીમાં ફરજ અદા કરનાર અધિકારી- કર્મચારીઓ સાથે બેઠક યોજાઇ

68
0

જિલ્લા ચૂંટણી અધિકારીએ સેકટર- ૬ મતદાન મથક, સ્ટ્રોંગ રૂમ અને પી.બી.રૂમની મુલાકાત લીધી : જરૂરી સૂચન- માર્ગદર્શન આપ્યું

(જી.એન.એસ),તા.૨૬

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મત વિભાગમાં લોકસભા સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ અને નિર્ભય માહોલમાં યોજાય તેના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ ગાંધીનગર(ઉ) મત વિભાગના અધિકારી- કર્મચારીઓ સાથે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.

ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં જિલ્લાની ૩૬ ગાંધીનગર(ઉ) મત વિસ્તારનો સમાવેશ થાય છે. જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ આ મતદાર વિભાગની મુલાકાત દરમિયાન સેકટર- ૬ના તાલુકા પગાર કેન્દ્ર શાળામાં સમાવિષ્ટ પાંચ મતદાન મથકોની મુલાકાત લીઘી હતી. મતદાન મથકો સંદર્ભે યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત થયેલ છે કે નહિં તેનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. મતદાનના દિવસે મતદારોને યોગ્ય વ્યવસ્થા મળીર હે તે હેતુસર સંબંધિત અધિકારી- કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રીએ ૩૬ ગાંધીનગરના મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી બ્રિજેશ મોડિયા સાથે સેકટર- ૧૫, ગાંધીનગર ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમ અને પી.બી રૂમની મુલાકાત લીઘી હતી. ત્યાં આગળ થયેલ સુવ્યવસ્થિત થયેલ આયોજનની માહિતી મેળવી પ્રત્યેક્ષ નિરીક્ષણ કર્યું હતું અને આ અંગેનું જરૂરી સૂચન અને માર્ગદર્શન પણ આપ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં ૩૬ ગાંધીનગર(ઉ) મતદાર વિભાગમાં લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે થયેલ પૂર્વ આયોજન બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આ મત વિભાગના તમામ અધિકારી અને કર્મચારીઓ પાસેથી વ્યક્તિગત રીતે તેમની કામગીરી અંગેના આયોજનની માહિતી મેળવી હતી. કલેકટરશ્રીએ ૩૬ ગાંધીનગર(ઉ) મતદાર વિભાગમાં આદર્શ મતદાન મથક, સખી મતદાન મથક, યુવા મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથક સહિત મતદાન જાગૃત્તિ અંગેના કાર્ય અને મતદારોની મતદાન મથક ખાતેની સુવિધાની માહિતી મેળવી હતી. તેમજ યુવા મતદારો સહિત વઘુમાં વઘુ નાગરિકો મતદાન કરે તેવા સુચારું આયોજન કરવા વિસ્તૃત માહિતી આપી હતી. ૮૫ વર્ષથી મોટી વયના મતદારોને ઘરે બેઠા મતદાનની સુવિઘા અંગેની સમજ પણ આપી હતી.

આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પાર્થ કોટડિયા, ચૂંટણી શાખાના મામલતદાર શ્રી ર્ડા. આર.કે.પટેલ સહિત કલોલ મામલતદાર અને ચૂંટણી પ્રક્રિયામાં ફરજ અદા કરનાર કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપંજાબ કિંગ્સને હરાવ્યા બાદ વિરાટ કોહલીએ વીડિયો કોલ પર બાળકો સાથે વાત કરી
Next articleહું અવશ્ય મતદાન કરીશ….. તેવો સંકલ્પ ગાંધીનગર જિલ્લાના ૩ લાખથી વધુ નાગરિકોએ લીઘો :- ગાંધીનગર જિલ્લામાં મતદાન કરીશ તે અંગેના સંકલ્પ અભિયાનનો આરંભ