Home દેશ - NATIONAL હિમાચલ પ્રદેશમાં વરસાદથી તબાહી, કુલ્લૂમાં અત્યાર સુધીમાં 24ના મોત, 8 મૃતદેહ મળ્યા

હિમાચલ પ્રદેશમાં વરસાદથી તબાહી, કુલ્લૂમાં અત્યાર સુધીમાં 24ના મોત, 8 મૃતદેહ મળ્યા

8
0

(GNS),16

ભારતના પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ તબાહી જોવા મળી છે. ભારે વરસાદ બાદ પૂરે હિમાચલ પ્રદેશમાં ખતરનાક કહેર મચાવ્યો છે. કુલ્લૂમાં હમણા સુધી 24 લોકોના મોત થયા છે. અહીં શ્રીખંડ મહાદેવની યાત્રા દરમિયાન 8 લોકોના મૃતદેહ મળ્યા અને અલગ અલગ વિસ્તારોમાંથી 16 લોકોના મોત થયા છે. હવામાન વિભાગ દ્વારા, મનાલી અને કુલ્લૂમાં ભારે વરસાદની આગાહી છે. કુલ્લૂના SP સાક્ષી વર્માએ જણાવ્યું કે કુલ્લૂમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 16 અને પ્રખ્યાત શ્રીખંડ મહાદેવ યાત્રા દરમિયાન 8 લાશ મળી આવી છે. તેમણે જણાવ્યું કે, 250 વિદેશી પર્યટકોનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે.

પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કાલે પૂર પ્રભાવિત સેન્જ ઘાટીની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, મુસીબતના સમયમાં અમે સરકારની સાથે છીએ. વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં લેન્ડસ્લાઈડની ઘટનાઓ વધી રહી છે. સોલન જિલ્લાના અર્કીમાં ભરાડી ઘાટમાં પહાડ પડવાથી એક મોટો ખડક રહેણાક વિસ્તારોમાં આવી ગયો હતો. જેને કારણે 2 દુકાનોને નુકશાન થયુ. તકેદારીના ભાગ રુપે તંત્રએ અહીંના ઘરા ખાલી કરાવી દીધા છે. હિમાચલની ક્લાથ ઘાટીમાં બ્યાસ નદીમાં પૂરને કારણે તબાહી મચી છે. ક્લાથ ઘાટીમાં નેશનલ હાઈવે વહી ગયો અને તેના વિસ્તારોનો સંપર્ક દેશથી પૂરી રીતે તૂટ્યો છે. એનએચ હાઈવે વહીં જતા લોકોની પરેશાનીમાં વધારો થયો છે. વિજળી, પાણી અને મેડિકલ સેવોઓ મેળવવામાં લોકોને મુશ્કેલી થઈ રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article7 મિત્રોને કુલ્લુ મનાલીની ટ્રીપ કરવી ભારે પડી, વાદળ ફાટ્યું ને… યુવકો પાણીમાં તણાયા
Next articleચંદ્રયાન 3ના લોન્ચિગ સમયનો ફલાઈટમાંથી દેખાયો અદ્દભુત આકાશી નજારો…