Home દેશ - NATIONAL ચંદ્રયાન 3ના લોન્ચિગ સમયનો ફલાઈટમાંથી દેખાયો અદ્દભુત આકાશી નજારો…

ચંદ્રયાન 3ના લોન્ચિગ સમયનો ફલાઈટમાંથી દેખાયો અદ્દભુત આકાશી નજારો…

8
0

(GNS),16

દરેક ભારતીયો 14 જુલાઈ, 2023ના બપોરે 2.35 કલાકે ચંદ્રયાન 3ની લોન્ચિંગની ઐતિહાસિક ઘટના જોઈ હતી. ચંદ્રયાન 3ની સફળી લોન્ચિંગ બાદ હવે આખો દેશ ચંદ્રયાન 3નો ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની રાહ જોઈ રહ્યો છે. આ બધા વચ્ચે ચંદ્રયાનના લોન્ચિંગનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોન્ચિંગ સમયે ચેન્નાઈ-ઢાકા વચ્ચેની ઈન્ડિગો ફલાઈટમાંથી પણ આ અદ્દભુત નજારો જોવા મળ્યો હતો. ચંદ્રયાન 3ના લોન્ચિંગ સમયે ઈન્ડિગોની ચેન્નાઈ ટૂ ઢાકાની ફલાઈટ શ્રી હરિકોટાના આકાશમાંથી પસાર થઈ રહી હતી. તે સમયે પાયલટે જાહેરાત કરી કે આપણે ચંદ્રયાન 3ના લોન્ચિંગની ઐતિહાસિક ક્ષણને આકાશમાંથી જોઈ રહ્યા છીએ. યાત્રીઓએ જમીન પરથી લોન્ચ થઈ રહેલા ચંદ્રયાન 3ને પોતાના કેમેરામાં કેદ કર્યુ હતું. વાયરલ થઈ રહેલા વીડિયોમાં ચંદ્રયાન 3 વાદળને ચીરીને અંતરિક્ષ તરફ આગળ વધતુ જોવા મળે છે.

ઈસરો એ ચંદ્રયાન 3નું પ્રથમ ભ્રમણકક્ષાના મેન્યૂવરિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. એટલે કે તેનો પ્રથમ વર્ગ બદલાયો છે. હવે તે 42 હજારથી વધુની ભ્રમણકક્ષામાં પૃથ્વીની આસપાસ લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે. હાલમાં ઈસરોના વૈજ્ઞાનિકો તેની ભ્રમણકક્ષા સાથે સંબંધિત ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છે. ઈસરોએ પોતાનું ચંદ્રયાન 3 લોન્ચ કર્યું ત્યારે ભારત સહિત આખા દેશની નજર ટીવી પર હતી. આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી LVM3-M4 રોકેટ પર લોન્ચ થયુ, ત્યારે તેને જોવા માટે હજારો દર્શકો પ્રક્ષેપણના સ્થળે પહોંચ્યા હતા. સફતાપૂર્વક લોન્ચ થયા બાદ સૌ કોઈને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહિમાચલ પ્રદેશમાં વરસાદથી તબાહી, કુલ્લૂમાં અત્યાર સુધીમાં 24ના મોત, 8 મૃતદેહ મળ્યા
Next articleવિદેશમંત્રીએ પ્રધાનમંત્રીના વ્યક્તિત્વના વખાણ કર્યા, PM વિષે કહી આ વાત