Home ગુજરાત હિંમતનગરના માળીના છાપરીયામાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

હિંમતનગરના માળીના છાપરીયામાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

26
0

હિંમતનગરના માળીના છાપરીયા વિસ્તારમાં જુગાર રમતા બે શખ્સોને બી – ડિવીઝન પોલીસે ઝડપી લઇ કુલ રૂપિયા 10,900નો મુદ્દામાલ જપ્ત કરી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી મુજબ પોલીસ ટીમ પ્રોહિબ્યુશન તથા જુગારના કેસો શોધવા માટે પેટ્રોલીંગ કરી રહી હતા. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે માળીના છાપરીયા વિસ્તારમાં લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમે છે.

જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા હારૂનભાઇ રઝાકભાઇ મુલ્લતાની તથા હારૂનભાઇ બાબુભાઇ શેખ સહિત અન્ય 6 શખ્સો જુગાર રમતા હોવાનું માલુમ પડ્યુ હતુ. જોકે પોલીસને જોઇ અન્ય 6 શખ્સો જુગાર રમતા રમતા નાસી ગયા હતા. જોકે હારૂનભાઇ રઝાકભાઇ મુલ્લતાની તથા હારૂનભાઇ બાબુભાઇ શેખને ઝડપી લઇ રૂપિયા 10,900નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભુજના મધાપરથી સ્નીફર ડોગની મદદ વડે મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ ઇસમો ઝડપાયા
Next articleયુવતીને ભગાડી જનાર યુવાનના બનેવીએ યુવતીના પિતાને ધમકી આપી 10 લાખ માંગ્યા