Home ગુજરાત યુવતીને ભગાડી જનાર યુવાનના બનેવીએ યુવતીના પિતાને ધમકી આપી 10 લાખ માંગ્યા

યુવતીને ભગાડી જનાર યુવાનના બનેવીએ યુવતીના પિતાને ધમકી આપી 10 લાખ માંગ્યા

32
0

ચાણસ્માની યુવતીને એક વર્ષ અગાઉ ભગાડનાર યુવાનના બનેવીએ યુવતી પાછી જોઈતી હોય તો રૂ.10 લાખની માંગણી કરી મોબાઇલ ફોન પર જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી હોવાની ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ચાણસ્મા શહેરના ત્રિભોવનગર ખાતે રહેતા અરવિંદભાઇ દેવજીભાઇ પટેલની મોટી દિકરીએ એકાદ વર્ષ પહેલા સાગર ભરતભાઇ ચૌધરી(પટેલ) રહે.ચીખલી તા.નવસારી સાથે ભાગીને પ્રેમલગ્ન કરેલ હતા.

તેઓની શોધખોળ કરતા સાગરના બનેવી ધવલકુમાર એમ.પટેલ રહે.વૃંદાવનપાર્ક સોસાયટી વડાગામ તા.ધનસુરાનો અરવિંદભાઇના સાળા ભવનભાઇ હીરાલાલ પટેલ રહે.ચાણસ્માએ સંપર્ક કરી મળવા ગયા હતા તે વખતે રાજીખુશીથી સાગર સાથે પરણાવવા તૈયારી દર્શાવી દિકરીને પાછી મોકલી આપવા કહ્યુ હતુ. પરંતુ ધવલભાઇએ 5-11-2022ના રોજ અરવિંદભાઇને ફોન પર અપશબ્દો બોલી તારા સાળા ભવનને બહુ પાવર છે

તેને ચાણસ્માથી ઉપાડી જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તમારી દિકરી પાછી જોઇતી હોય તો રૂ.10 લાખ આપવા પડશ. આ અંગે અરવિંદભાઇએ ચાણસ્મા પોલીસ મથકે શખ્સ ધવલભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહિંમતનગરના માળીના છાપરીયામાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા
Next articleઅરવલ્લીમાં સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ બાયડ લઈ જતા ટ્રક ધનસુરા પાસે ખોટકાઈ