Home દેશ - NATIONAL હરિદ્વારમાં લાખો કાવડયાત્રી પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા

હરિદ્વારમાં લાખો કાવડયાત્રી પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા

40
0

(જી.એન.એસ),તા.૨૩
હરિદ્વાર
શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. એવામાં હજારો શ્રદ્ધાળુઓ માતા ગંગાનું જળ ભરવા હરિદ્વાર આવે છે. એવામાં ઉત્તરાખંડની સરકારે આજે કાવડ યાત્રા પર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરી હતી. જણાવી દઈએ કે, કાવડ યાત્રા ૨ વર્ષ બાદ યોજાઈ રહી છે. હરિદ્વાર જિલ્લા તંત્ર દ્વારા કાવડ યાત્રાના સ્વાગત અને સન્માન માટે હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી. સીએમ ધામીએ પોતે ટ્‌વીટ કરી તેનો વીડિયો શેર કર્યો છે. હરિદ્વારના જિલ્લાધિકારીએ જણાવ્યું કે, બે વર્ષ બાદ થઈ રહેલી આ કાવડ યાત્રાની સમિક્ષા મુખ્યમંત્રી પોતે સતત કરી રહ્યા છે. આ સમયે હરિદ્વારમાં કાવડ યાત્રી મોટી સંખ્યામાં છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાભાવથી લોકો જળ ભરવા આવે છે. આટલી મોટી ભીડને કંટ્રોલ કરવા માટે મોટી સંખ્યામાં પોલીસબળ તૈનાત કરવામાં આવ્યું છે. હરકી પૌઢીથી લઇને અન્ય ગંગાઘાટો અને મંદિરો, પાર્કિંગ, બજારો, હોટલો અને ધર્મશાળાઓમાં ડોગ સ્ક્વોર્ડ તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પહોંચી ચેકિંગ કરી રહી છે. સતત સુરક્ષા વ્યવસ્થા પર મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. પ્રયત્ન છે કે કાવડ યાત્રામાં કોઈપણ પ્રકારની બેદરકારી ન જાેવા મળે. કાવડ યાત્રીઓની સુવિધા માટે ભારતીય રેલવે દિલ્હી-હરિદ્વાર વચ્ચે સ્પેશિયલ ટ્રેન પણ ચાલાવી રહી છે. આ ટ્રેન વાયા શામલી-ટપરી ચાલી રહી છે. આ એક દૈનિક અનરિઝર્વ્ડ ટ્રેન છે. ટ્રેન નંબર ૦૪૦૧૮ દિલ્હી જંક્શન- હરિદ્વાર દૈનિક અનરિઝર્વ્ડ કાવડ સ્પેશિયલ ૨૭ જુલાઈ ૨૦૨૨ સુધી દરરોજ ચાલશે. આ ટ્રેન દિલ્હી જંક્શનથી સાંજે ૦૫.૪૫ કલાકે રવાના થઈ બીજા દિવસે સવારે ૧૦.૦૦ કલાકે હરિદ્વાર પહોંચડશે. કાવડ યાત્રા ભગવાન શિવના ભક્તો દ્વારા દર વર્ષે યોજવામાં આવે છે. આ યાત્રાને જળ યાત્રા પણ કહેવામાં આવે છે. આ પ્રથામાં યાત્રીઓને કાવડયાત્રી કહેવામાં આવે છે. આ કાવડ યાત્રી હિન્દુ તીર્થ સ્થાનોથી ગંગા જળ લાવવા માટે હરિદ્વાર જાય છે અને પછી પ્રસાદ ચઢાવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચોમાસાની સારી પ્રગતિ સાથે ફોરેન ફંડોની નવી ખરીદીથી ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્…!!
Next articleબ્રિટીશ પીએમ પદની રેસમાં ઋષિ સુનકને આંચકો આવ્યો