Home વ્યાપાર જગત - BUSINESS ચોમાસાની સારી પ્રગતિ સાથે ફોરેન ફંડોની નવી ખરીદીથી ભારતીય શેરબજારમાં તેજી તરફી...

ચોમાસાની સારી પ્રગતિ સાથે ફોરેન ફંડોની નવી ખરીદીથી ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૭.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૫૬૮૧.૯૫ સામે ૫૫૮૦૦.૮૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૫૬૮૫.૪૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૦૦.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૯૦.૨૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૬૦૭૨.૨૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૫૯૭.૫૦ સામે ૧૬૬૩૧.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૬૧૧.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૬.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૫.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૭૨૨.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. વૈશ્વિક મોરચે કોમોડિટીઝના ભાવોમાં સતત ઘટાડા રહી ક્રુડ ઓઈલના ભાવ બ્રેન્ટ ૪.૨૩ ડોલર તૂટીને ૧૦૨.૬૯ ડોલર અને નાયમેક્ષ – ન્યુયોર્ક ક્રુડ ૪.૧૮ ડોલર ગબડીને ૯૫.૭૦ ડોલર આવી જતાં અને સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ પણ ૧૫ મહિનાની નીચી સપાટીએ આવી જવા સાથે ફંડોએ કોમોડિટીમાં તેજીનો વેપાર હળવો કરીને ઈક્વિટી બજારોમાં ફરી સક્રિય બની તેજી કરી હતી. ભારતીય શેરબજારમાં પાછલા દિવસોમાં મોટાપાયે વેચવાલ બનેલા ફોરેન ફંડોએ છેલ્લા ચાર દિવસથી સતત ખરીદદાર બની આજે પણ શેરોમાં ખરીદી કરતા ભારતીય શેરબજાર સતત પાંચમાં દિવસે ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

સતત પરિબળો પોઝિટીવ બનવા સાથે ચોમાસાની સારી પ્રગતિએ ફુગાવો ઘટવાની અપેક્ષાએ શેરોમાં ફોરેન ફંડોની ખરીદી વધતી જોવાઈ હતી. એચડીએફસી બેન્ક, એચડીએફસી લી., આઇસીઆઇસીઆઇ બેન્ક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ શેરોમાં ફંડોની લેવાલી સાથે બેન્કેક્સ, ફાઈનાન્સ અને બેઝિક મટિરિયલ્સ શેરોમાં પસંદગીની ખરીદીએ બીએસઇ સેન્સેક્સ ૩૯૦ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૨૫ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૬૬ લાખ કરોડ વધીને રૂ.૨૬૧.૦૮ લાખ કરોડ રહી ગયું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૭% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર પાવર, ટેક, યુટિલિટીઝ, આઈટી, ટેલિકોમ, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, એનર્જી, ઈન્ડસ્ટ્રિયલ્સ અને કેપિટલ ગુડ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૮૩ અને વધનારની સંખ્યા ૧૭૪૪ રહી હતી, ૧૪૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વૈશ્વિક મોરચે કોરોના મહામારી બાદ યુક્રેન – રશિયા યુદ્વના પરિણામે સપ્લાય ચેઈન ખોરવાઈ જવાના કારણે ફુગાવાના સંકટથી અનેક દેશો ઘેરાઈ જવા સાથે મંદીમાં ગરકાવ થવા લાગ્યા છે. ફુગાવા, આર્થિક સંકટને અમેરિકી ડોલરની વૈશ્વિક ચલણો સામે સતત રેકોર્ડ મજબૂતી વધુ મુશ્કેલીમાં ધકેલી રહ્યું છે, ત્યારે પાછલા દિવસોમાં વિશ્વના દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દરમાં તીવ્ર વધારાના પગલાં સાર્થક નીવડી કોમોડિટીઝ સટ્ટાને ડામવામાં ઘણાં અંશે સફળ પૂરવાર થઈ રહ્યા છે. વૈશ્વિક મંદીના ફફડાટમાં આ સટ્ટો વિખેરાવા લાગી ફરી ફંડો કોમોડિટીઝથી ઈક્વિટી તરફ રોકાણ વળવાની શકયતા વધતી જોવાઈ રહી છે. આ સાથે સાઉદી અરેબિયા તરફથી વધુ ક્રુડ ઓઈલના પુરવઠાની અપેક્ષાએ વૈશ્વિક સપ્લાય વધવાના સંકેતે પરિસ્થિતિ હળવી થવાની શકયતા છે.

ચોમાસાની સારી પ્રગતિ અને ફુગાવો વધતો અટકવા સાથે જીએસટી એક્ત્રિકરણ વધારવા જીએસટી કાઉન્સિલ દ્વારા વધુ ચીજોને જીએસટીમાં આવરી લેવાના નિર્ણયની પોઝિટીવ અસર આગામી દિવસોમાં અપેક્ષિત છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત નબળો પડીને રેકોર્ડ ૮૦ની નજીક આવી ગયો છે, ત્યારે ફોરેન ફંડો આ ઊંચા એક્સચેન્જ રેટ સાથે આગામી દિવસોમાં ફરી વેલ્યુબાઈંગની શેરોના નીચા ભાવોએ તક ઝડપીને ફંડ પ્રવાહ ભારતમાં લાવે એવી શકયતા નકારી ન શકાય. કોર્પોરેટ પરિણામોની સીઝન વચ્ચે આગામી દિવસોમાં બે તેરફી અફડાતફડી બાદ તેજી તરફી રૂખ જોવા મળી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅભિનેતા અર્જુન કપૂરે પોતાનું એક ઘર વહેંચી દેતા ચકચાર મચ્યો
Next articleહરિદ્વારમાં લાખો કાવડયાત્રી પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.