Home મધ્ય ગુજરાત અમદાવાદ હરિત ઊર્જા-વિનિયોગને વેગ આપવા ઉદ્યોગોને ગ્રીન એનર્જી પૂરી પાડવાની રાજ્ય સરકારની નેમ...

હરિત ઊર્જા-વિનિયોગને વેગ આપવા ઉદ્યોગોને ગ્રીન એનર્જી પૂરી પાડવાની રાજ્ય સરકારની નેમ છેઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

3
0

રાજ્યની કોઈ એક જી.આઈ.ડી.સી.ને સંપૂર્ણપણે ગ્રીન એનર્જી આધારિત ઉદ્યોગો ધરાવતી વસાહત બનાવવાની દિશામાં  સરકાર આગળ  વધશે :મુખ્યમંત્રીશ્રી

(જી.એન.એસ) તા. 10

અમદાવાદ/ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હરિત ઊર્જાને વેગ આપવા રાજ્યમાં ઉદ્યોગોને પણ ગ્રીન એનર્જી પૂરી પાડવાની નેમ વ્યક્ત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્ય સરકારે એગ્રીકલ્ચર સેક્ટરમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપ્યું છે, તેવી જ રીતે હવે ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં પણ વધુને વધુ ઉદ્યોગોને ગ્રીન એનર્જીના ઉપયોગ તરફ વાળવા છે.

મુખ્યમંત્રીશ્રી સી.આઈ.આઈ. ગુજરાત આયોજિત એન્યુઅલ મિટ-2025માં સંબોધન કરી રહ્યા હતા. આ મિટિંગમાં ‘વિકસિત ગુજરાત-પાવરિંગ અ પ્રોસ્પરસ ઈન્ડિયા’ની વિષયવસ્તુ સાથે ચર્ચા-સત્રો પણ યોજવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો મિજાજ બદલાયો છે અને હવે મોટા સંકલ્પો, મોટા લક્ષ્યો સાથે વિકસિત ભારત માટે સૌ સજ્જ બની રહ્યા છે.

તેમણે કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન એનર્જી ઉત્પાદન અને વિનિયોગને પ્રોત્સાહિત કરવાનો અભિગમ અપનાવ્યો છે. ગુજરાત વડાપ્રધાનશ્રીના આ અભિગમને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. ગત વાયબ્રન્ટ સમિટમાં ગ્રીન એનર્જીને પ્રાધાન્ય આપીને કુલ એમ.ઓ.યુ.માંથી અડધો અડધ એમ.ઓ.યુ. આ ક્ષેત્ર માટે કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે ગ્રીન એનર્જીથી ગ્રીન ગ્રોથનો સંકલ્પ પાર પાડવા રાજ્યની કોઈ એક ઔદ્યોગિક વસાહત – જી.આઈ.ડી.સી.ને સંપૂર્ણપણે ગ્રીન એનર્જી આધારિત ઉદ્યોગો ધરાવતી જી.આઈ.ડી.સી. બનાવવાની દિશામાં સરકાર આગળ વધવા માંગે છે.

તેમણે એમ પણ જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ ડેવલપમેન્ટ માટે ભારતે લીડ લેવાનો આ સમય સહી સમય છે તેવું આહવાન કર્યું છે. આવા આ સહી સમયે વિકાસના ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતમાં પણ ક્વોલિટી પ્રોડક્ટ, એમ.એસ.એમ.ઈ.ને પેકેજિંગ માટે સહાય અને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર તત્પર છે. ઉદ્યોગજગત પણ રાજ્ય સરકાર સાથે સહયોગી બને તો આપણી પ્રોડક્ટ ગ્લોબલ  કોમ્પિટીટિવ માર્કેટમાં ક્વોલિટી પ્રોડક્ટ તરીકે પ્રસ્થાપિત કરી શકાશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો જે કાર્યમંત્ર વડાપ્રધાનશ્રીએ આપ્યો છે, તે ચરિતાર્થ કરવા ઉદ્યોગ-વેપાર જગતમાં નાનામાં નાના માણસની પણ મહત્તા અને વિકાસમાં સહભાગીતા સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો.

સી.આઇ.આઇની વાર્ષિક બેઠક વિઝન ઇન્ડિયા @ 2047માં ચેરપર્સન સ્વાતિ સંલગાવલકરે જણાવ્યું હતું કે, ભારતીય ઉદ્યોગ સંઘ (CII) 600થી વધુ સભ્યોની સમર્પિત ટીમની અવિરત મહેનત થકી રાજ્યના વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રના વિકાસની નવીન તકો માટે સૌના સાથ અને સૌના વિકાસથી આગળ વઘી રહ્યા છીએ, તેમણે ઉમેર્યું હતું કે, સરકારની નીતિઓને પગલે ઔધોગિક વિકાસે હરણફાળ ભરી છે.

તેમણે ગિફ્ટ સિટી, ધોલેરા એસ.આઇ.આર અને પીએ મીત્ર પાર્ક, રાજ્યમાં રોકાણ માટે એક આકર્ષક સ્થળ તરીકે ઉભરી આવ્યા છે તેમ જણાવ્યું હતું. આ સંસ્થા રાજ્યના વિકાસ થકી ઔધોગિક વિકાસ માટે કટિબધ્ધ છે તેમ જણાવી ગુજરાત સરકાર અને સીઆઇઆઇના સહયોગ દ્વારા “વિક્સિત ગુજરાત”ની દિશામાં આ વાર્ષિક સભા ખાસ કદમ બની રહેશે તેવી અપેક્ષા દર્શાવી હતી.

સી.આઇ.આઇ.ના ચેરમેન કુલીન લાલભાઇએ જણાવ્યું હતુ કે, દેશના પ્રધાનમંત્રીશ્રીની વિઝનરી લિડરશીપમાં રાષ્ટ્ના ઔધોગિક વિકાસ સાથે રાજ્યનો પણ વિકાસ થઇ રહ્યો છે. સરકાર હમેશાં ઉધોગોની સમસ્યા ઉકેલવા માટે કટિબધ્ધ છે તેમ જણાવી ગુજરાત ભારતના આર્થિક વિકાસનું મજબૂત કેન્દ્ર બની રહ્યું છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ઔધોગિક ક્ષેત્રોના વિવિધ એકમોમાં પ્રગતિ કરી નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે તેના પાયામાં  ઉદ્યોગોને પ્રોત્સાહન અને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસનો સરકારનો અભિગમ રહ્યો છે.

આ વાર્ષિક બેઠકમાં રાજ્યના ઔધોગિક વિકાસની વિવિધ કાર્યક્રમો, યોજનાઓ સહિતની મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. શ્રી પ્રેમરાજ કશ્યપ વાઇસ ચેરમેન સીઆઇઆઇ,શ્રી રાજેશ કપૂર પ્રાદેશિક નિયામક સીઆઇઆઇ, સીઆઇઇના અગાઉના ચેરમેનશ્રીઓ, સીઆઈઆઈ વેસ્ટર્ન રિજન અને સીઆઈઆઈ ગુજરાત સ્ટેટ કાઉન્સિલ, કાઉન્સિલના સભ્યો, ઝોનલ કાઉન્સિલના ચેરમેન અને વાઇસ ચેરમેન તથા સ્ટેટ પેનલ્સના કન્વીનરો  સીઆઈઆઈ ગુજરાત રાજ્યના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field