Home મનોરંજન - Entertainment સ્ક્રિન પર ફરી અજય સાથે કામ કરવું છે : કાજોલ દેવગન

સ્ક્રિન પર ફરી અજય સાથે કામ કરવું છે : કાજોલ દેવગન

25
0

(GNS),09

બોલિવૂડના સેલિબ્રિટી કપલ અજય દેવગન અને કાજોલના લગ્નને 24 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. કાજોલ-અજયે અનેક ફિલ્મો સાથે કરી છે. કાજોલે લાંબા સમય બાદ એક્ટિંગમાં કમબેક કર્યું છે. કમબેક માટે અજયની મંજૂરી લેવાની જરૂર ન હોવાનું કાજોલે કહ્યું હતું. કાજોલે કહ્યું હતું કે, પોતે ઘરમાં એક્ટિંગ કે ફિલ્મોની વાત કરવાનું ટાળે છે, કારણ કે તેમની પાસે વાત કરવાના અન્ય ઘણાં વિષયો છે. કાજોલ અને અજયની જોડી હંમેશા ઓડિયન્સને ગમતી આવી છે.

કાજોલે તાજેતરમાં અજય સાથે ફરી ફિલ્મ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 2008ના વર્ષમાં અજયે ડાયરેક્ટર તરીકે પહેલી ફિલ્મ યુ મી ઔર હમ બનાવી હતી. કાજોલ અને અજય તેમાં લીડ રોલમાં હતા. કાજોલે અજય સાથે કામ કરવાના અનુભવની વાત કરતાં અજયની પ્રશંસા કરી હતી. ફરી વખત અજય સાથે કામ કરવાની કાજોલની ઈચ્છા છે. જો કે સાથે ફિલ્મ કરવા માટે યોગ્ય સ્ક્રિપ્ટ જરૂરી હોવાનું કાજોલે કહ્યું હતું.

ઈન્ટરવ્યૂ દરમિયાન કાજોલે અજયની ફિલ્મોગ્રાફી અંગે વાત કરી હતી. કંપની, ભગતસિંહ અને ઝખમ જેવી ફિલ્મમાં અજયની એક્ટિંગના વખાણ કર્યા હતા. રનવે 34ને પણ કાજોલે સ્પેશિયલ ફિલ્મ ગણાવી હતી. કાજોલે એક્ટિંગમાં કમબેક કરતાં ટ્રાયલ અને લસ્ટ સ્ટોરીઝ 2માં કામ કર્યું છે. કાજોલે કોઈ નવી ફિલ્મ હાથ પર લીધી નથી. પ્રોડ્યુસર તરીકે કાજોલ દો પત્તી બનાવી રહી છે, જેમાં ક્રિતિ સેનન લીડ રોલમાં છે. પૃથ્વીરાજ સુકુમારન, ઈબ્રાહિમ અલી ખાન સાથે સરઝમીનના પ્રોડક્શનમાં પણ કાજોલ સંકળાયેલી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહોલિવૂડની જેમ રૂ.2000-3000 કરોડની ફિલ્મો આપવા આપણે સક્ષમ છીએ : અક્ષય કુમાર
Next articleજાન્હવી કપૂર નવી પેઢીની ઝીનત અમાન બની, ફોટોઝ વાયુવેગે વાઈરલ