Home ગુજરાત સૌરાષ્ટ્ર યુનિ.માં બોયઝ હોસ્ટેલમાં પાણીના ધાંધિયા, વીસી બંગલે વિદ્યાર્થીઓ-એબીવીપીનું હલ્લાબોલ

સૌરાષ્ટ્ર યુનિ.માં બોયઝ હોસ્ટેલમાં પાણીના ધાંધિયા, વીસી બંગલે વિદ્યાર્થીઓ-એબીવીપીનું હલ્લાબોલ

26
0

યુનિવર્સિટી એ મહાવિદ્યાલય છે કે જ્યાં ઉચ્ચ શિક્ષણના પાઠ ભણાવાય છે. પરંતુ વિદ્યાના ધામ તરીકે ઓળખાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે વિવાદોનો પર્યાય બની ચૂકી છે. જ્યાં રાત્રીએ યુનિવર્સિટીના પટાંગણમાં આવેલી બોયસ હોસ્ટેલમાં છેલ્લા ત્રણ દિવસ થયા પાણી ન આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને એબીવીપીની સાથે રાત્રીના વીસીના બંગલાની બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનું ટોળું એકઠું થયું હતું. અને રાતથી લઈને સવાર સુધી ઉગ્ર દેખાવ કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓએ આક્ષેપ લગાવ્યો હતો કે,બોયઝ હોસ્ટેલમાં છેલ્લા ઘણાં સમયથી યોગ્ય પ્રમાણમાં સફાઈ થતી હોવાથી, બિલ્ડિંગની બિસમાર હાલત, લાઈટ- પાણીની સવલત ઉપલબ્ધ હોવા સહિતની સમસ્યાઓના કારણે વિદ્યાર્થીઓને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. તેમાંય પાણી ન આવતા તેમને ન્હાવાના અને પીવાના પાણીની ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલ નર્કાગાર સ્થિતિમાં હોવાનો ગંભીર આક્ષેપ પણ લગાવડયો હતો. આ બાબતે સત્તાધિશોને રજૂઆત પણ કરી છે અને તે લોકોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે, પરંતુ કોઇ નિરાકરણ આવ્યું નથી તેવું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. આ મામલે એબીવીપીના મતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાત તેમજ બહારના રાજ્યમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે.

ત્યારે એક બાજુ પરીક્ષા શરૂ થયા જઈ રહી છે એવા સમયે જ પાણીની સમસ્યા સર્જતા વિદ્યાર્થીઓને પરવશ થવું પડ્યું છે. બાથરૂમ-ટોઈલેટમાં ખૂબ જ દુર્ગંધ આવે છે. જેથી સફાઈનો સદંતર અભાવ છે. મોટાભાગના વિદ્યાર્થીઓ પાયાની સવલતોથી વંચિત રહેવાના કારણે ક્રોધિત થયા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહળવદ તાલુકાના ટીકર ગામમાં દંપતીના મૃતદેહ મળ્યા, પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
Next articleસારસામાં ખેતરની વાડના વીજ કરંટથી યુવકનું મોત,