Home મનોરંજન - Entertainment સોશિયલ મીડિયા પર પ્રેગ્નેન્ટ આલિયા ભટ્ટનો વિડિયો વાયરલ થયો

સોશિયલ મીડિયા પર પ્રેગ્નેન્ટ આલિયા ભટ્ટનો વિડિયો વાયરલ થયો

24
0

(જી.એન.એસ),તા.૨૦
મુંબઈ
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં તેની પહેલી પ્રેગ્નેન્સી એન્જાેય કરી રહી છે. આ સાથે એક્ટ્રેસ વર્ક ફ્રન્ટમાં પણ ખુબજ એક્ટિવ છે. દરરોજ આલિયા ભટ્ટની લેટેસ્ટ તસવીરો અને વીડિયો સામે આવતા રહે છે. જેમાં આલિયાનું બેબી બંપ અને લૂક ચર્ચામાં છે. હવે એખ વખત ફરી આલિયા ભટ્ટનો લેટેસ્ટ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. સામે આવેલાં આ વીડિયોમાં આલિયાનાં બેબી બમ્પથી વધુ તેનાં રિએક્શન અને એક્સપ્રેશન મુદ્દે ચર્ચાઓ થઇ રહી છે. વીડિયોમાં આપ જાેઇ શકો છો કે, આલિયાને જાેવા માટે ઘણાં સમયથી રાહ જાેઇ રહ્યાં હતાં. પેપરાઝી તેને જાેતા જ ખુબજ ઉત્સુક થઇ ગયા હતાં. એવામાં ઉતાવળે એક પેપરાઝીનો પગ લપ્સી ગયો હતો. આળિયા આ જાેતાજ તેને સંભાળવાની ચેતાવણી આપે છે. અને વીડિયોમાં આપ જાેઇ શકો છો કે, જેમ પેપરાઝીનો પગ લપસે છે આલિયા જાેરથી બૂમ પાડતી સંભળાય છે ‘સંભાળીને..’ સોશિયલ મીડિયા પર આલિયાનો આ વીડિયો ઘણો જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ સાથે જ નેટિઝ આલિયાનાં કેરિંગ અંદાજનાં પણ વખાણ કરી રહ્યાં છે. આલિયાનાં લૂકની વાત કરીએ તો તે વન પીસ અને સ્નીકર્સમાં નજર આવી રહી છે. અને ખુબજ સુંદર દેખાઇ રહી છે. આ પહેલાં આલિયા રણબીર કપૂર સાથે ધર્મા પ્રોડક્શનની ઓફિસની બહાર નજર આવી હતી. આ દરમિયાન આલિયા ભટ્ટ કલરફૂલ વનપીસમાં નજર આવી તો રણબીર સફેદ રંગનાં પુલોવરની સાથે ટ્રાઉઝર પહેરેલી નજર આવી. આપને જણાવી દઇએ કે, આલિયા અને રણબીર પહેલી વખત એક સાથે ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં નજર આવશે. આ ફિલ્મમાં આ બંને ઉપરાંત અમિતાભ બચ્ચન અને મૌની રોય છે. ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યો છે. આ ફિલ્મ ૯ સ્પટેમ્બરનાં બોક્સ ઓફિસ પર રિલીઝ થશે. આ ફિલ્મનાં પ્રમોશનમાં આલિયા અને રણબીર લાગી ગયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસલમાન માનસિક રીતે બીમાર છે, તેણે અનેક મહિલાઓ પર હાથ ઉપાડ્યો છે : સોમી અલી
Next articleપાકિસ્તાની અભિનેત્રી હિરા માનીને લાઈવ કોન્સર્ટમાં લોકોએ ઈન્સલ્ટ કરતો વિડીયો વાયરલ