Home દુનિયા - WORLD સેક્સના કારણે મંકીપોક્સ વાયરસ ફેલાઈ રહ્યો છે : તજજ્ઞોએ ચેતવ્યા

સેક્સના કારણે મંકીપોક્સ વાયરસ ફેલાઈ રહ્યો છે : તજજ્ઞોએ ચેતવ્યા

40
0

(જી.એન.એસ),તા.૧૫
બ્રિટેન
બ્રિટનમાં જાહેર સ્વાસ્થ્ય અધિકારીઓ માટે મંકીપોક્સ વાયરસથી સંક્રમિત લોકોનો સંપર્ક કરવો મુશ્કેલ થઈ પડ્યો છે. કારણ કે અનેક લોકોના ક્રૂઝિંગ ગ્રાઉન્ડ, સેક્સ ક્લબ અને કેમેક્સ સેશન દરમિયાન અનેક અજાણ્યા યૌન સાથીઓ હોય છે. આ વાત એક રિપોર્ટમાં જણાવવામાં આવી છે. ટેલિગ્રાફના જણાવ્યાં મુજબ યુકે સ્વાસ્થ્ય અને સુરક્ષા એજન્સી (યુકેએચએસએ) દ્વારા બીમારી માટે પહેલી ટેકનિકલ બ્રિફિંગમાં ૪૫ કન્ફર્મ કેસનું વિવરણ સામેલ છે જેમની તેમના યૌન સ્વાસ્થ્ય અંગે પૂછપરછ થઈ. આ રિપોર્ટમાં વાયરસના પ્રકોપને કાબૂમાં કરવામાં જે પડકારો આવી રહ્યા છે તેના પર ફોકસ કરાયું છે. લગભગ તમામ (૯૮ ટકા કેસ) કેસમાં ઈન્ક્યુબેશન સમયગાળા દરમિયાન અન્ય પુરુષો સાથે શારીરિક સંબંધ રાખવાની માહિતી મળી, જેમાંથી લગભગ અડધા (૪૪ ટકા)એ છેલ્લા ત્રણ મહિનામાં ૧૦થી વધુ સેક્સ પાર્ટનરો અને સમૂહ સેક્સની માહિતી આપી. રિપોર્ટમાં કહેવાયું છે કે ૪૫માંથી લગભગ ૨૦ જણે ‘સેક્સ ઓન પ્રિમાઈસિસ’ માં ભાગ લેવાની સૂચના આપી, જેમ કે સોના, ડાર્ક રૂમ, કે યુકે અથવા વિદેશમાં સેક્સ ક્લબમાં ઈન્ક્યુબેશન સમયગાળા દરમિયાન, જ્યારે લગભગ ૬૪ ટકા ડેટિંગ એપના માધ્યમથી નવા ભાગીદારોને મળ્યા. આગળ એમ પણ કહેવાયું છે કે આ વિશિષ્ટ સમૂહમાં પ્રાથમિક નિયંત્રણ હસ્તક્ષેપના રૂપમાં પરંપરાગત સંપર્ક વિવરણ પડકારજનક હશે, કારણ કે મોટાભાગના કેસમાં નવા કે આકસ્મિક ભાગીદારોની સાથે શારીરિક સંપર્ક હોવાની સૂચના અપાય છે. ક્યારેક ક્યારેક પરિભ્રમણના સંદર્ભમાં કે કેમેક્સ દરમિયાન જ્યાં મોટાભાગે સંપર્ક વિવરણ ટ્રેસિંગ માટે ઉપલબ્ધ નહતા. ૧૨ જૂન સુધીમાં યુકેએચએસએએ ઈંગ્લેન્ડમાં મંકીપોક્સના ૧૦૪ વધારાના કેસની ભાળ મેળવી છે. જેનાથી બ્રિટનમાં કન્ફર્મ કેસની કુલ સંખ્યા ૪૭૦ થઈ છે. જેમાં ઈંગ્લેન્ડમાં ૪૫૨, સ્કોટલેન્ડમાં ૧૨, ઉત્તર આયરલેન્ડમાં ૨ અને વેલ્સમાં ચાર કેસ છે. રિપોર્ટ મુજબ યુકેમાં સંક્રમણનું પ્રકોપ લેવલ હાલ સ્તર-૨ તરીકે વર્ગીકૃત કરાયું છે. જેનો અર્થ એ છે કે સંક્રમણનો પ્રસાર નજીકના સંપર્કોની સાથે એક ઉપ-જનસંખ્યા સુધી જ સિમિત છે. પરંતુ રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે સ્વાસ્થ્ય અધિકારીઓ સ્તર ૩ને લઈને સ્થિતિની ઝીટવટપૂર્વક નિગરાણી કરી રહ્યા હતા. યુકેએચએસએના ડાઈરેક્ટર ડો.મીરા ચંદે એક નિવેદનમાં કહ્યું કે અમે યુકેમાં અને વૈશ્વિક ભાગીદારો સાથે મળીને કામ કરી રહ્યા છીએ. જેથી કરીને અમને વાયરસ, તેના પ્રસાર અને રસી તથા ઉપચાર જેવી બાબતોના સર્વોત્તમ ઉપયોગને વધુ સારી રીતે સમજવામાં મદદ મળે. તેમણે એમ પણ કહ્યું કે અમે જાહેર સ્વાસ્થ્ય પ્રતિક્રિયાને સૂચિત કરવા માટે નવા ડેટાનો ઝડપથી ઉપયોગ કરીએ છીએ અને અમે પ્રસારને ઓછો કરવા માટે કામ કરવાનું ચાલું રાખીએ છીએ. ડો. મીરાએ કહ્યું કે જે લોકો ટેસ્ટ માટે આગળ આવ્યા છે અને જે દર્દીઓ અભ્યાસ અને તપાસમાં ભાગ લઈને પ્રકોપને સમજવામાં અમારી મદદ કરી રહ્યા છે અમે તે બધાના આભારી છીએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબાંગ્લાદેશ મુસ્લિમ દેશ હોવા છતાં ભારતનો પક્ષ લીધો અને અભિનંદન પાઠવ્યા
Next article૮ જુલાઈથી ૫જી સ્પેક્ટ્રમ ઓક્શન માટે અરજી કરાશે અને ૨૬ જુલાઈથી હરાજી શરૂ થશે