Home ગુજરાત સુરતમાં દારૂના નશામાં પતિએ પત્નીની કરી નિર્મમ હત્યા

સુરતમાં દારૂના નશામાં પતિએ પત્નીની કરી નિર્મમ હત્યા

610
0

જી.એન.એસ, તા.૧૨
સુરતના પલસાણા વિસ્તારમાં પતિએ પત્નીને માર મારીને હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. દારૂના નશામાં પતિએ પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી.
આ મામલે મળતી માહિતી પ્રમાણે પલસાણાના આમલીયા ફળીયા ખાતે ગીરીશ રાઠોડ પરિવાર સાથે રહે છે. કાલે મંગળવારે દારૂના નશામાં ઘરે આવતા પત્ની નયના (ઉ.વ.35) સાથે ઝધડો થયો હતો. જેથી ઉશ્કેરાયેલા પતિએ પત્નીને મોં અને છાતી પર પગ મુકીને માર માર્યો હતો. જેથી મહિલાનું મોત નિુપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગંગાધર આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવી હતી. લાશને પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
ગીરીશ રાઠોડનું આખું ઘર લોહીથી ખરડાયેલુ હતું . મહિલાને ગંભીર ઈજાના નિશાન મળી આવ્યાં છે. જેથી પોલીસે પતિ વિરુદ્ધ પત્નીની હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતઃ માછીમારની ઉદારતાએ બચાવ્યો પાકિસ્તાની નૌસૈનિકનો જીવ, બદલામાં 60 છૂટી ગયાં
Next articleરાજકોટ: ‘તું રાક્ષસ છે, હું કલ્કી અવતાર છું’, કહી પત્નીને કાઢી મુકનાર પતિ ઝડપાયો