Home ગુજરાત રાજકોટ: ‘તું રાક્ષસ છે, હું કલ્કી અવતાર છું’, કહી પત્નીને કાઢી મુકનાર...

રાજકોટ: ‘તું રાક્ષસ છે, હું કલ્કી અવતાર છું’, કહી પત્નીને કાઢી મુકનાર પતિ ઝડપાયો

546
0

જી.એન.એસ, તા.૧૨ રાજકોટ
રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં પત્નીએ પતિ વિરૂધ્ધ અરજી કરી ફરિયાદ નોંધાવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે પતિ કહેતો કે તે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર છે અને તું રાક્ષસ છે. આટલું જ પૂરતું ન હોય ભગવાન વિષ્ણુનો અવતાર હોવાનું જણાવી પત્નીને મારી નાંખવાની ધમકીઓ આપતો હતો. મહિલા સ્ટેશન પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી.
ગીતાબેન ફેફરે ફરિયાદમાં જણાવ્યું છે કે, હું હાલ શારદારનગરમાં રહુ છું અને 1991માં જ્ઞાતિના રીતરિવાજ મુજબ રમેશભાઇ ફેફર સાથે લગ્ન થયા હતાં. લગ્નજીવનથી એક પુત્ર છે જે હાલ ચોવીસ વર્ષનો છે અને દિલ્હી ખાતે નોકરી કરે છે. લગ્ન થયા ત્યારથી જ પતિ તરંગી, આપખુદી અને ઘમંડી જેવું વર્તન કરતાં હતાં. લગ્નના થોડા જ દિવસ પછી અંધશ્રધ્ધામાં ગળાડુબ થઇ ગયા હતાં અને મને પણ અંધશ્રધ્ધામાં માનવા દબાણ કરતાં હતાં.
શહેરના પંચાયતનગર પાસે શારદાનગર સોસાયટીમાં રહેતા અને કાલાવડ રોડ બંસી સોસાયટી બ્લોક નં. 16માં સાસરૂ ધરાવતાં ગીતાબેન રમેશભાઇ ફેફર (ઉ.વ48) નામની પટેલ મહિલાએ પતિ વિરૂધ્ધ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેના બરોડા ગેરીમાં ક્લાસવન અધિકારી તરીકે ફરજ બજાવતાં રમેશભાઇ હરજીભાઇ પટેલ હોવાનું જણાવ્યું છે.
ક્લાસ વન ઓફિસર દસેક વર્ષથી એવું કહેતાં હોવાનું ફરિયાદમાં જણાવાયું છે કે, હું વિષ્ણુનો અવતાર છું, તમે મારું કહ્યું માનો નહીતર તમારા બધાનો નાશ કરી નાંખીશ. મારા શરીરમાં ભગવાનનો અવતાર છે, હું કલ્કી અવતાર છું. એટલુ જ નહીં મને ગાળો દઇ ‘તારામાં રાક્ષસ છે, તું રાક્ષસ છો’ કહી અપસેટ કરી દેતાં હતાં. મારા પિયર કે સાસરિયામાં પણ સારા-નરસા પ્રસંગે પતિ બધાની હાજરીમાં કહેતાં કે આ રાક્ષસ છે અને હું કલ્કી અવતાર છું. આ રીતે તે દસેક વર્ષથી હેરાન કરે છે.
માનસિક હાલત બાબતે તબીબને બતાવતાં તેમને કઇ તકલીફ નથી તેમ તબીબોએ કહ્યું હતું. તેઓ બરોડા ઇરિગેશન વિભાગમાં અધિક્ષક ઇજનેર તરીકે વડોદરા નોકરી કરે છે ત્યાં પણ તે થોડા સમયથી જતાં નથી. છેલ્લે પહેલી માર્ચે અમે મોરબી લગ્ન પ્રસંગમાંથી પરત આવ્યા ત્યારે પતિએ ફરીથી મને તું રાક્ષસ છો કહી ઘરમાંથી કાઢી મુકી હતી. અંતે મેં મહિલા પોલીસમાં અઠવાડિયા પહેલા અરજી કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં દારૂના નશામાં પતિએ પત્નીની કરી નિર્મમ હત્યા
Next articleવિધાનસભામાં ફી વિધેયક બિલ પર રાજ્યપાલની મહોર