Home ગુજરાત સુરતમાં ત્રિદિવસીય લેબગ્રોન ડાયમંડ બાયર્સ સેલર્સ મીટની ત્રીજી આવૃત્તિનું આયોજન

સુરતમાં ત્રિદિવસીય લેબગ્રોન ડાયમંડ બાયર્સ સેલર્સ મીટની ત્રીજી આવૃત્તિનું આયોજન

30
0

(જી.એન.એસ) તા. ૧૭

સુરત,

 વિશ્વભરમાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ માટે જાણીતું સુરત શહેર હવે લેબગ્રોન ડાયમંડનું હબ બનવા જઈ રહ્યું છે તેવું સપસ્ટ પણે નજરે પડી રહ્યું છે, જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલે (GJEPC) દ્વારા સુરતમાં ત્રિદિવસીય લેબગ્રોન ડાયમંડ બાયર્સ સેલર્સ મીટની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવમાં આવ્યું છે. 

સુરતમાં આયોજન કરવામાં આવેલ આ ત્રિદિવસીય લેબગ્રોન ડાયમંડ બાયર્સ સેલર્સ મીટમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, રશિયા, લેબનોન સહિત વિશ્વના 16 દેશમાં 43 જેટલાં વિદેશી ખરીદદારો સુરતના આંગણે પધાર્યા છે. અહીં સ્થાનિક લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકો સાથે ખરીદદારોની વન-ટુ-વન મિટિંગનું આયોજન કરાયું હતું, જેથી વેચનાર અને ખરીદદાર બંનેની અનુકૂળતાથી સોદા કરી શકે છે સાથેજ વિદેશી બાયર્સને ફેક્ટરી વિઝિટ પર પણ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ઉત્પાદન ક્ષમતા અને ડિઝાઈનીંગ સ્કીલનું પ્રદર્શન કરાયું હતું. વિદેશી બાયર્સ લેબગ્રોન ડાયમંડ ક્ષેત્રે ભારતની ઉત્પાદન ક્ષમતા, જ્વેલરી સ્કીલથી પ્રભાવિત થયા હતા. તે ઉપરાંત વિશ્વના સૌથી મોટા કમર્શિયલ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સની ઈમારત જોઈ અચંબિત થયા હતા.

જીજેઈપીસીના રિજનલ ચેરમેન વિજય માંગુકીયાએ કહ્યું કે, લેબગ્રોન ડાયમંડ સેક્ટરમાં 400 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. વિશ્વમાં લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધી રહી છે. તેથી વિદેશમાં લેબગ્રોન ડાયમંડ જ્વેલરી ક્ષેત્રે કામ કરતા વેપારીઓ સુરતના ઉત્પાદકોને રૂબરૂ મળી શકે.

સુરતના ઉત્પાદકોને ખરીદદાર અને વિદેશી ખરીદદારને ડાયરેક્ટ ફેક્ટરીમાંથી લેબગ્રોન મળી રહે તે હેતુથી બે વર્ષથી બાયર્સ સેલર્સ મીટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાછલા બે વર્ષ દરમિયાન સારો પ્રતિસાદ મળતા સતત ત્રીજા વર્ષે મીટનું આયોજન કરાયું છે, જેમાં પ્રાથમિક તબક્કે 23 ખરીદદારોને બોલાવવાની ગણતરી હતી, પરંતુ સારો પ્રતિસાદ મળ્યો. 16 દેશમાંથી 43 ખરીદદારો પધાર્યા છે. ચોક્કસપણે સ્થાનિક ઉત્પાદકોને સારો વેપાર મળશે તેવી આશા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ
Next articleદુબઇમાં ભારે વરસાદ અને તોફાનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત, રેકોર્ડ ફ્લાઇટોને રદ અથવા ડાયવર્ટ કરાઈ