Home ગુજરાત ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ

ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ

15
0

(જી.એન.એસ) તા. ૧૭

અમદાવાદ,

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, એપ્રિલના મધ્યભાગમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગરમીનો પારો 41  ડિગ્રીએ પહોંચ્યો છે, અને હજુ પણ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં પારો 41થી પણ ઉપર પહોંચશે. રાજ્યભરમાં અત્યારે અગનવર્ષા થઇ રહી છે. રાજ્યમાં સાયક્લૉનિક સરક્યૂલેશનની અસરના કારણે ગુજરાતીઓને ગરમીમાં થોડી રાહત પરંત હવે ફરી એકવાર હવામાન વિભાગે કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે.

મંગળવારે રાજ્યાના 9 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયુ હતુ. જેમાં સૌથી ઊંચુ તાપમાન ડાંગમાં 42.5 નોંધાઇને હોટેસ્ટ શહેર બન્યું હતુ. ત્યારે આ કાળઝાળ ગરમીમાંથી ફરી આંશિક રાહત ક્યારે મળશે તે હવામાન વિભાગની આગાહી પરથી જાણીએ. આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી ગુજરાતમાં ગરમી વધવાની આગાહી કરી છે.

તાજા અપડેટ પ્રમાણે, રાજ્ય અગનભઠ્ઠીમાં શેકાઇ રહ્યું છે, રાજ્યમાં આકાશમાંથી અગનવર્ષા થઇ રહી છે. રાજ્યમાં 12 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યુ છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પ્રમાણે, સૌરાષ્ટ્રના મહુવામાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન નોંધાયુ છે, તો વળી આજે પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ સહિતના શહેરોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, આની સાથે સાથે મેગા સિટી અમદાવાદમાં પણ આજે ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આજે કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે.

રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. આ વરસાદને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત જરુર મળી છે પરંતુ વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકશાન થશે. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

સૌ પ્રથમ વાત કરીએ સૌરષ્ટ્રની તો અહીં અમરેલીના ધારી અને ખાંભાના ગામોમાં વરસાદ પડ્યો છે. ધારી,ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી,ગઢીયા,ચાવંડ સહિતના ગામોમાં માવઠું પડ્યું છે. માવઠાના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. તો બીજી તરફ કચ્છ વિસ્તારમાં પણ માવઠું પડ્યું છે. કચ્છના અંજાર, ભુજ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અંજાર, હીરપરા, રતનાલ, સતાપર સહિતના ગામોમાં કમોસની વરસાદ પડ્યો છે. ભુજમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. ભુજના ખેંગારપર, મોખાણા, નડાપા ઉપરાંત અંજાર, હીરપરા, રતનાલ વિસ્તારમાં વરસાદ પડ્યો છે.

હજુ પણ રાજ્યમાં બે દિવસ વરસાદનું સંકટ જે સાઇકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ ગઈકાલે સૌરાષ્ટ્ર કચ્છમાંથી હટીને સાઉથ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં આ સિસ્ટમ હવે સક્રિય થઈ છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે બે દિવસ વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં પરંતુ ત્યારબાદ ફરી એક વખત કાળજાળ ગરમીમાં શેકવા માટે તૈયાર રહેવું પડશે. આ સિવાય સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે અકળામણ અનુભવાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોંગ્રેસના નવસારી લોકસભાના ઉમેદવારે ગાંધી વેશભૂષા ધારણ કરી નામાંકન ફોર્મ ભર્યુ
Next articleસુરતમાં ત્રિદિવસીય લેબગ્રોન ડાયમંડ બાયર્સ સેલર્સ મીટની ત્રીજી આવૃત્તિનું આયોજન