Home દુનિયા - WORLD દુબઇમાં ભારે વરસાદ અને તોફાનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત, રેકોર્ડ ફ્લાઇટોને રદ અથવા...

દુબઇમાં ભારે વરસાદ અને તોફાનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત, રેકોર્ડ ફ્લાઇટોને રદ અથવા ડાયવર્ટ કરાઈ

7
0

(જી.એન.એસ) તા. ૧૭

રણ પ્રદેશ ગણાતુ દુબઇ હાલ ભારે વરસાદનો સામનો કરી રહ્યું છે. દુબઇમાં પાછલા બે-ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે દુબઇના ફેમસ મોલ સહિત રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને એર પોર્ટ ઉપર પાણી ભરાઇ ગયા હતા. તેમજ ત્યાનું જન જીવન ખોરવાઇ ગયું છે.

ભારે વરસાદ અને તોફાનના કારણે દુબઇમાં લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. વરસાદના કારણે રેકોર્ડ ફ્લાઇટને રદ કરવામાં આવી છે અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. મુસાફરોને ચેતવણી આપવામાં આવી છે કે “જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી દુબઈ એરપોર્ટ આવવુ જોઇએ નહીં.

દુબઈ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ફ્લાઇટ્સમાં વિલંબ અને તેને ડાયવર્ટ કરવામાં આવી રહી છે. અમે ખૂબ જ પડકારજનક પરિસ્થિતિઓમાં શક્ય તેટલી ઝડપથી કામગીરી ફરીથી શરૂ થાય તે માટે સખત મહેનત કરી રહ્યા છીએ.” એક રિપોર્ટ અનુસાર, દુબઇ એરપોર્ટ પર લગભગ 500થી ફ્લાઇટ રદ કરવામાં આવી છે અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.

ભારતની લગભગ 28 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. દુબઈની ફ્લેગશિપ અમીરાત એરલાઈને જણાવ્યું હતું કે તે દિવસ માટે મુસાફરો માટે તમામ ચેક-ઈન અટકાવી રહી છે કારણ કે દુબઈમાં ખરાબ હવામાનને કારણે મુસાફરીમાં અરાજકતા સર્જાઈ છે. એરલાઈને નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમીરાત અમારી સુનિશ્ચિત કામગીરીને ફરીથી શરૂ કરવા માટે સખત મહેનત કરી રહી છે, અને અમારી ટીમો અસરગ્રસ્ત મુસાફરોને તમામ સંભવિત સહાય પૂરી પાડશે.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં ત્રિદિવસીય લેબગ્રોન ડાયમંડ બાયર્સ સેલર્સ મીટની ત્રીજી આવૃત્તિનું આયોજન
Next articleકેન્દ્ર સરકાર સાયબર ફ્રોડ પર કડક કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ તૈયાર, નવા ધાર ધોરણ સાથેના પગલા લેવામાં આવશે