Home ગુજરાત પતિએ ચારિત્ર્ય પર શંકા રાખી ગોંધી રાખતાં 23 વર્ષીય પરિણીતાએ ફાંસો

પતિએ ચારિત્ર્ય પર શંકા રાખી ગોંધી રાખતાં 23 વર્ષીય પરિણીતાએ ફાંસો

26
0

ઉમરાગામની 23 વર્ષીય પરિણીતાને તેના પતિ અને કાકા સસરા મકાન લેવા માટે પિયરમાંથી 10 લાખની રકમ લાવવા દબાણ કરી શારીરીક માનસિક ત્રાસ આપતા હતા. આ ઉપરાંત પતિ ચારિત્ર્ય પર શંકા રાખી પરિણીતાનો રોજ બહારથી લોક કરી ઘરમાં ગોંધીને નોકરી પર જતો રહેતો હતો. પતિ અને કાકા સસરાના માનસિક ત્રાસને કારણે આખરે પરિણીતાએ બુધવારે સવારે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.

આ કેસમાં ઉમરા પોલીસે પરિણીતાના પિતાની ફરિયાદના આધારે પતિ સચીન વિજય પાટીલ અને કાકા સસરા સુનિલ ગુલાબરાવ પાટીલ (બંને રહે, નવસાત મહોલ્લો, ઉમરાગામ)ની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. પરિણીતા ભારતી પાટીલે (ઉ.વ. 23) 28મીએ આપઘાત કરી લીધો હતો. મૃતકનો પતિ સુરતમાં મકાન લેવા માટે પરિણીતાને પિયરમાંથી 10 લાખની રકમ લાવવા દબાણ પણ કરતો હતો.

એટલું જ નહિં પતિ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખતો હતો. પત્નીને ઘરમાં ગૌંધી રાખતો હતો અને બહારથી તાળું મારી નોકરી પર જતો રહેતો હતો. પતિ અને બીજીબાજુ કાકા સસરા એમ બંનેનો પરિણીતાને એટલી હદે માનસિક ત્રાસ આપતા હતા કે જેના કારણે તેણે આપઘાત કરવો પડ્યો હતો. ભારતી પાટીલે આત્મહત્યા કરવા નાઅઠવાડિયા પહેલાં પણ પતિના ત્રાસને કારણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

તે વખતે તેમે પિતાને વીડિયો કોલ કરીને આપઘાતનો પ્રયાસ કરવાની વાત કરી હતી. બાદમાં પરિણીતાના પિતાએ તાત્કાલિક સંબંધીઓને પોતાની દીકરીને લઈ આવવા માટે મોકલ્યા હતા. જો કે, ત્યારે પરિણીતાના પતિએ માફી માંગી લેતાં બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. પણ વાસ્તવમાં તેનો પતિ સુધર્યો ન હતો અને ફરી ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં ઐશ્વર્યા મજમુદારે પોતાના સ્વરથી સુરતી ખેલૈયાઓને ઘેલા થઇ મન મૂકીને રમ્યા ગરબા
Next articleઠાસરાના ડાકોર રોડ પર કારે એક્ટિવાને ટક્કર મારી, એકનું ઘટના સ્થળે મોત