Home ગુજરાત સુરતના અગ્નિકાંડમાં હોમાયા બાળકો: સપનાઓ રહી ગયા અધૂરા…..

સુરતના અગ્નિકાંડમાં હોમાયા બાળકો: સપનાઓ રહી ગયા અધૂરા…..

306
0

(જી.એન.એસ,,કાર્તિક જાની),તા.૨૬
સુરતમા આગ લાગવાની જે ઘટના બની તેમાં 24 ફૂલ જેવા બાળકો હોમાઈ ગયા જેમાંથી આજે ઘણા બાળકોના અગ્નિસંસ્કાર પણ કરી દેવામાં આવ્યા.આ અગ્નિકાંડમાં ઘણા બાળકો જીવતા ભુજાયા. જયારે અન્ય બાળકો પોતાનો જીવ બચાવવા છલાંગો મારતા મૃત્યુ પામ્યા. દરેક બાળકોના સપના અધૂરા રહી ગયા કોઈ બાળકને પેઈન્ટર બનવું હતું.જ્યારે કોઈ બાળકને ડોક્ટર,કોઈને એન્જીનીયર પણ તમામ બાળકોના સપના અધૂરા રહી ગયા.આગ લાગવાને ઘટના જ્યારે માતા-પિતાને થઈ ત્યારે ભારે હૈયે તુરંત જ પોતાના બાળકોને બચવાવ દોડ મૂકી હતી.
પરંતુ આગ એટલી જોરદાર પ્રસરી ગઈ કે માતા પિતા પોતાના બાળકોને બચવાવ નિષ્ફળ રહયા. જ્યારે માતા પિતા આવ્યા ત્યારે બધું જ ભસ્મી ભૂત થઈ ગયું હતું. ત્યારબાદ પોતાના વહાલસોયાને શોધવા કઈ રીતે તે મુંઝવણ સર્જાઈ હતી. ઘણા માતા પિતા તો ખૂણા માં બેસી પોક લગાવી દીધી. છતાં પણ હિમંત કરી પોતાના બાળકોને શોધવા લાગ્યા. કોઈએ કપડા ઉપરથી. તો કોઈએ હાથે બાંધેલ ઘડિયાળ.તો કોઈએ ધાગા ઉપરથી ઓળખાણ કરી. ઘણા માતા-પિતા એવા હશે જેને કોલસા થયેલ મૃતદેહ ને સ્વીકારી લીધા હશે.. આ આગ મા હોમાયેલા બાળકોના તમામ સપના અધૂરા જ રહી ગયા…

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશરમ કરો….મોદી-શાહના સ્વાગત સાથે ભવ્ય જશ્નની તૈયારીઓ……શું ભાજપે માનવતાને વેંચી મારી છે?
Next articleમેન્સ્ટુઅલ હાઈજીન ક્ષેત્રે કરેલ પ્રદાન બદલ મનસુખ માંડવિયાનું યુનિસેફ ઇન્ડિયા દ્વારા સન્માન કરાશે