Home ગુજરાત શરમ કરો….મોદી-શાહના સ્વાગત સાથે ભવ્ય જશ્નની તૈયારીઓ……શું ભાજપે માનવતાને વેંચી મારી છે?

શરમ કરો….મોદી-શાહના સ્વાગત સાથે ભવ્ય જશ્નની તૈયારીઓ……શું ભાજપે માનવતાને વેંચી મારી છે?

675
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.25
લોકસભાની વર્તમાન ચૂંટણીઓ વખતે અને તે પહેલા 2014માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચાર વખતે હું તો તમારો જ, તમારી વચ્ચે ઉછર્યો, તમે મને સંસ્કારો આપ્યા એવા લાગણીશીલ સંબંધોતી મતો લઇ લીધા અને એ જ ગુજરાતના સુરતમાં 21 બાળકો નઘરોળ તંત્રની ગુન્હાહિત બેદરકારીને કારણે વગર વાંકે માર્યા ગયા છતાં તેઓ આવતીકાલે 26મીએ ગુજરાતની મુલાકાત વખતે સુરત જવાના નથી. સોશ્યલ મિડિયામાં અને રાજકીય ક્ષેત્રે તેની ભારે ટીકા થઇ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડાપ્રધાન મોદી આવતીકાલે ગુજરાત આવી રહ્યાં છે. ગુજરાતે ભાજપને ફરી 26 બેઠકો આપી તેથી તેનો આભાર માનવા અને માતા હિરાબાના આશિર્વાદ લેવા માટે આવી રહ્યાં છે. અમદાવાદમાં ખાનપુર ખાતે મોદીને વધાવવાવો કારેયક્રમ અને જાહેરસભા છે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે મોદી કાલે ગુજરાતમાં અમદાવાદમાં છે પણ સુરત જવાના નથી. ભાજપ દ્વારા મોદીને ફુલડે ફુલડે વધાવવાનો કાર્યક્રમ છે પણ જે 21 ફુલ સમાન બાળકો આગમાં જીવતા ભૂંજાઇ ગયા તેમના પરિવારોને મળીને સંવેદના દર્શાવવાનો સમય નથી એવી જોરદાર ચર્ચા સોશિયલ મિડિયામાં અને રાજકિય ક્ષેત્રે થઇ રહી છે.
મોદીના એક અવાજે સુરતના મતદારોએ સુરત સહિત 26 બેઠકો ફરીથી અર્પણ કરી પરંતુ માયર્યા ગયેલા 21 બાળકોને એક ફુલ પણ અર્પણ કરવાનો સમય કેમ ફાળવ્યો નથી તેની ચર્ચા થઇ રહી છે. ખરેખર તો ભાજપ માટે રોગ મટ્યો વૈદ વેરીની જેમ ગુજરાતના મતદારોના મતો લઇ લીધા અને ગુજરાતપર મુશીબતનો પહાડ તૂટી પડ્યો ત્યારે બે આંસુ સારવાનો અને મોતનો મલાજો સાચવવાનું આવડતું નથી. સુરતની ઘટનામાં 21 પરિવારો ભ્રષ્ટ તંત્રનો ભોગ બન્યા છે. નિર્દોષ 21 બાળકો જેમાં સૌથી વધારે તો છોકરીઓ છે તેમના મોતનો મલાજો જાળવીને ભાજપે ઉત્સવ-વધામમાંના કાર્યક્રમો બંધ કરવા જોઇએ એવી એક લાગણી જોવા મળી રહી છે.
સુરતની ઘટના બને હજી 24 કલાક પણ નથી થયા, ત્યાં સીએમ વિજય રૂપાણીને નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગુજરાત મુલાકાતમાં જશ્નનો માહોલ કરવો છે. રાજ્યના સીએમ વિજય રૂપાણીએ 20 બાળકોના મોતનો મલાજો પણ ના જાળવી શક્યા… સુરતના અગ્નિકાંડને 24 કલાકે ય નથી થયાને રાજ્યના સીએમને ચૂંટણી જીતવાની ખુશીમાં મોદી અને અમિત શાહનું ભવ્ય સ્વાગત માટે થનગની રહ્યા છે.
આશ્ચર્ય સાથે દુખદ વાત તો એ છે કે, એક બાજુ સુરતના સરથાણામાં 20 બાળકો જીવતા ભૂંજાયા હશે, ત્યારે તેમનો કેવી રીતે જીવ ગયો હશે. આપણને એક નાની સરખી સોય પણ વાગે તો માને યાદ કરીએ છીએ. ત્યારે આ 20 ભૂલકાઓની આસપાસ આગની જ્વાળાઓ વીટળાઇ હશે ત્યારે તેઓ કેટલો વિલાપાત કરતા હશે. આ વાતો સાંભળી એક નાગરિક તરીકે તમામનું હૃદય ધ્રુજી જાય છે. પરંતુ આ સિસ્ટમનું પાણી સુદ્ધા હલતું નથી. માત્ર એક-બે લોકોની ધરપકડ કરી લેવાથી કંઇ થવાનું થતું, જ્યારે સિસ્ટમ જ આખેઆખી ખોખલી છે. તો બીજાને શું કહેવાનું છે.
શરમ કરો ઓ સિસ્ટમવાળાઓ…. તમે તો માનવતાને પણ વેચી મારી છે. આટલી મોટી ઘટના વિકાસશીલ દેશમાં બની તો પણ તમને કંઇ સૂઝતું નથી. સુરતમાં આટલી મોટી ઘટના બની ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં રિબડામાં ડાયરાની મોજ માણી રહ્યા છે. તો સિસ્ટમના ભાગના અનેક અધિકારીઓ દોષનું પોટલું એક બીજા પર ઢોળી રહ્યા છે. સુધરો… નહીં તો આ બાળકોનો આત્મા અને તેમના પરિવારનો આક્રંદ તમને ક્યારેય શાંતિથી સુવા નહીં દે….
આજે સુરતના ઇતિહાસમાં ધબ્બો લગાવનાર આ ઘટનાને કારણે ગુજરાત જ નહીં, સમગ્ર દેશ આક્રંદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે, તો બીજી બાજુ રાજ્યના સીએમને જશ્નનો માહોલ બનાવવા છે… સુરતમાં બનેલી ધટનાને કારણે શુક્રવારે ગુજરાતની જનતાને ગળેથી કોળિયો પણ ઉતર્યો નહીં હોય.. ત્યારે સીએમને ગુજરાતમાં ચૂંટણીની જીતનો જશ્ન મનાવવો છે… શું આ ઘટના બાદ આ સિસ્ટમના અધિકારીઓને ઉત્સાહનો જામ પચશે. આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવવાના છે. તેઓ પોતાની માતાના આશીર્વાદ લેવા સ્પેશિયલ ગુજરાત આવવાના છે, ત્યારે તેમને ટ્વિટ કરીને માહિતી આપી હતી.
પરંતુ પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પહેલા સિસ્ટમમાં બેઠેલા મંત્રીઓ અને અધિકારીઓને જાણે સુરતની ઘટનાનો કોઇ રંજ ના હોય તેમ સીએમ નિવેદનો આપી રહ્યા છે. તેઓ પીએમ મોદીના ગુજરાત પ્રવાસના કારણે સુરતની ઘટનાને ભૂલી ગયા છે… તેઓ નાના બાળકોની ચીસો અને આક્રંદને ભૂલી ગયા છે અને તેમને મોદીના આગમનમાં જશ્ન મનાવવો છે. રૂપાણીએ જણાવ્યું કે, આવતીકાલે ભવ્ય જશ્ન કરવામાં આવશે.
પરંતુ શું આ જશ્નનનો ઉત્સાહ તમને પચશે… ઓ સિસ્ટમવાળાઓ… પહેલા 20 બાળકોના પરિવારજનોને એકવાર મળી આવજો… પછી જો તમને જશ્ન મનાવવાની ઇચ્છા થાય તો દિલથી કરજો… અને જો પરિવારજનોને મળ્યા પછી પણ તમારા દિલમાં કોઇ લાગ્ણી ના ઉદ્દભવે તો સમજજો કે તમે માનવતાને વેંચી મારી છે. તમારું હવે પથ્થર કે પ્લાસ્ટિકનું હૃદય થઇ ગયું છે.
આટ આટલું કહ્યા પછી પણ અમારા શબ્દો અટકાઇ જાય છે. બાળકોના મૃત્યુંને વ્યક્ત કરવા માટે અમારી પાસે કોઇ શબ્દો નથી. પરંતુ આ સિસ્ટમને ક્યારે સમજાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાટનગર ગાંધીનગરમાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં: ગેરકાયદે ચાલતા ટ્યૂશન ક્લાસીસ
Next articleસુરતના અગ્નિકાંડમાં હોમાયા બાળકો: સપનાઓ રહી ગયા અધૂરા…..