Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે લગ્ન બાદ વિવાહિત મહિલા સાથે શારીરિક સંબંધો બનાવવાના આરોપમાં મુક્ત...

સુપ્રીમ કોર્ટે લગ્ન બાદ વિવાહિત મહિલા સાથે શારીરિક સંબંધો બનાવવાના આરોપમાં મુક્ત કર્યો

51
0

સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના એક નિર્ણયને બદલ્યો છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયેલ વ્યક્તિને લગ્ન બાદ વિવાહિત મહિલા સાથે શારીરિક સંબંધો બનાવવાના આરોપમાં મુક્ત કર્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય બદલ્યો અને કહ્યું કે, સહમતીથી બાંધેલા સંબંધો એ બળાત્કાર નથી. મહિલાએ પોતાના પતિ અને ત્રણ બાળકોને બીજા શખ્સ સાથે રહેવા માટે છોડી દીધા હતા. આ બાદ સુપ્રીમ કોર્ટે આરોપીને મુક્ત કર્યો છે. દિલ્હીમાં રહેતા નઈમ અહેમદને દિલ્હી હાઈકોર્ટે સાત વર્ષ કેદની સજા સંભળાવી હતી. પરંતુ ન્યાયમૂર્તિ અજય રસ્તોગી અને બેલા એમ ત્રિવેદીની પીઠે શખ્સને બળાત્કારના આરોપમાંથી મુક્ત કર્યાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અનેક કારણોથી સહમતીથી બંધાયેલા શારીરિક સંબંધોમાં ખટરાગ આવ્યા બાદ હંમેશા મહિલાઓ બળાત્કારનો આરોપ લગાવે છે. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિમ બેલા એમ ત્રિવેદીએ બળાત્કારના કેસમાં દોષિત જાહેર કરાયેલ એક શખ્સને મુક્ત કરતા કહ્યું કે, કોઈ પણ એ શક્યતાને નકારી શક્તુ નથી કે આરોપીએ પૂરતી ગંભીરતાની સાથે મહિલા સાથે લગ્નનો વાયદો કર્યો હશે, અને બાદમાં તેને અનિયંત્રિત પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હશે. જેનાથી તે પોતાનો વાયદો પૂરો કરવામાં અસક્ષમ રહ્યો. નીચલી અદાલતે આરોપીને સાત વર્ષના કેદની સજા સંભળાવી હતી. શું હતો આખો મામલો? તે..જાણો.. રેકોર્ડમાં આવ્યુ હતું કે, પીડિયા એક વિવાહિત મહિલા હતી, જેના ત્રણ બાળકો હતા. શખ્સ પીડિતાની ઘરના સામે ભાડાના મકાનમાં રહેતો હતો. શરૂઆતમાં પીડિતાને આરોપી પસંદ આવવા લાગ્યો હતો અને બાદમાં બંને વચ્ચે સંબંધો બંધાવા લાગ્યા હતા. બંનેએ શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સંબંધથી એક બાળક પણ પેદા થયુ હતું. પીડિય 2012 માં આરોપીના પૈતૃક સ્થાન પર ગઈ હતી, ત્યારે તેને માલૂમ પડ્યુ કે, શખ્સ પહેલાથી જ પરિણીત હતો, અને તેને સંતાનો પણ હતા. આ બાદ પીડિતા મહિલા અને તેના પતિએ 2014 માં આપસી સહમતીથી ડિવોર્સ લીધા હતા. તેના બાદ પીડિતાએ પોતાના ત્રણ બાળકો અને પતિનું ઘર છોડ્યુ હતું. પીડિતાએ 21 માર્ચ, 2015 ના રોજ આરોપ મૂક્યો હતો. સાથે જ તેણે કહ્યુ કે, શખ્સે તેને યૌન સંબંધ બાંધવાની સહમતી આપી હતી, કારણ કે તેણે પોતાની સાથે લગ્નનો વાયદો કર્યો હતો. પરંતુ બાદમાં લગ્ન કર્યા નહતા. અને તેને છેતર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબરફના કારણે બસ લપસી પડી, વાયરલ વિડીયો જોનારાના શ્વાસ અદ્ધર થયા
Next articleજગતગુરુ રામભદ્રાચાર્યએ પ્રધાનમંત્રી મોદી માટે કરી ભવિષ્યવાણી, 2024માં પ્રધાનમંત્રી બનશે!