Home ગુજરાત સી.જે.ચાવડાનો હુંકાર..! કેન્દ્રમાં તો UPA ની જ સરકાર બનશે

સી.જે.ચાવડાનો હુંકાર..! કેન્દ્રમાં તો UPA ની જ સરકાર બનશે

320
0

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૨૨
મતગણતરીના હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ગાંધીનગર ઉત્તર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સી.જે ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુંકે એક્ઝિટ પોલ જે પ્રમાણે સામે આવી રહયા છે તેના કરતા વિપરીત જ પરિણામ આવવાનું છે ગુજરાતમાં 10 થી 11 જેટલી સીટો કોંગ્રેસ મેળવવાની છે જ્યારે રાજસ્થાન,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર જે પ્રમાણે એક્ઝિટ પોલ સામે આવ્યા છે તેનાથી વિપરિત જ પરિણામ આવવાના છે અને NDA 240 ની આજુ બાજુ સમેટાઈ જશે અને UPA ની સરકાર મહાગઠબંધનથી બનવાની છે ત્યારબાદ જીતુ વાઘણી ઉપર કટાક્ષ કરતા કહ્યું કે જીતુ વાઘણીને ભાજપ પક્ષે જ્યારથી પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે ત્યારથી તેવો વિવાદાસ્પદ રહયા છે જીતુ વાઘણીને સરસ્વતી સાથે અને લક્ષ્મી સાથે કાઈ લેવા દેવા નથી ઘણી વખત એમના મુખે કઇ રીતે સરસ્વતી બહાર નીકળે છે એ બધા જાણે છે ચેક બાઉન્સ થાય છે આથી આ બંને સાથે તેમણે વેર ઝેર હોય તેમ લાગે છે ત્યારબાદ તેમને કહ્યું કે ગાંધીનગર સીટ ઉપર મોદી ખુદ લડવા આવ્યા હોત તો પણ તેમને જનતા જવાબ આપવા તૈયાર હતી.તેમને કહ્યું કે હવે ગણતરીના કલાકો જ બાકી છે દૂધનું દૂધ અને પાણીનું પાણી સ્પષ્ટ થઈ જશે.અને કોંગ્રેસ જ સરકાર બનાવશે.
સી.જે ચાવડા એ રફેલ મુદ્દે જણાવ્યું કે અનિલ અંબાણીએ આજે બદનાક્ષિનો કેસ એટલે પાછો ખેંચ્યો છે કે કોર્ટમાં તામામ ડોક્યુમેન્ટ જમા કરાવવા પડે જેવા કે રફેલ ખરીદી ના બિલો તેમજ બીજા અન્ય ડોક્યુમેન્ટ જમા કરાવવા પડે અને આ ડોક્યુમેન્ટ જો જમા કરાવે તો તેમની પોલ ખુલી જાય એમ હતી આથી ભાજપના કહેવાથી જ અનિલ અંબાનીએ કેસ પાછો ખેંચ્યો હોય એમ લાગે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદો.વાસણાના મંદિરના પૂજારીના પુત્રએ ધો.૧૦મા મારી બાજીઃ ૭૭.૮૫ ટકા સાથે પ્રથમ ક્રમાંકે
Next articleકોણ બનશે વડાપ્રધાન?: કાલે ફેંસલો