Home ગુજરાત દો.વાસણાના મંદિરના પૂજારીના પુત્રએ ધો.૧૦મા મારી બાજીઃ ૭૭.૮૫ ટકા સાથે પ્રથમ ક્રમાંકે

દો.વાસણાના મંદિરના પૂજારીના પુત્રએ ધો.૧૦મા મારી બાજીઃ ૭૭.૮૫ ટકા સાથે પ્રથમ ક્રમાંકે

392
0

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૨૨
ગુજરાત રાજ્યમાં ગુજરાતી માધ્યમ ધોરણ10નુ પરિણામ આવી ગયું જેમાં ઘણા એવા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એવા હતા કે જેમના માતા-પિતાની પરિસ્થિતિ આર્થિક રીતે મધ્યમ અને નબળી હોવા છતાં બાળકને પ્રેમ અને હૂંફ આપી ભણાવતા જોવા મળ્યા ઘણાં માતા-પિતા એવા હતા કે છોકરાના ટ્યુશનનો પણ ખર્ચ ઉપાડી શકે એમ ન હતા છતાં પણ સારા માર્કસ મેળવી પાસ થયેલ જોવા મળ્યા.આવા વિદ્યાર્થીઓને અમારી જીએનએસ ન્યુઝ એજન્સીની ટીમ તરફથી શુભકામના પાઠવવામાં આવે છે અને આગળ ઘણી પ્રગતિ કરે એવી પ્રાર્થના કરીએ છીએ ઘણા બધા એવા કિસ્સાઓ જોવા મળ્યા કે પોતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પોતાના બાળકોએ સારા માર્કે પાસ થયા આવું જ એક ઉદાહરણ ગાંધીનગર જિલ્લામાં આવેલું દોલારાણા વાસણા ગામની હાઈસ્કૂલનો એક વિદ્યાર્થી જેનું નામ ગૌસ્વામી પ્રકાશ રામચંદ્ર જેઓ ધોરણ 10 ની પરીક્ષામાં 77.85 ટકા મેળવી સ્કૂલમાં પ્રથમ ક્રમે પાસ થયો આ વિદ્યાર્થીના મા-બાપની આર્થિક પરિસ્થિતિ જોવા જઈએ તો ઘણી નબળી હોવા છતાં પણ પોતાના બાળકની ભણાવવામાં કોઈ કસર છોડી નહીં વિદ્યાર્થીના પિતા દોલારાણા વાસણા ગામમાં આવેલ મહાદેવ મંદિરની પૂજા કરી પોતાનું ગુજરાન ચલાવે છે છતાં પણ પોતાના પુત્રને ભણવવામાં કોઈપણ જાતની ખામી રહી ના જાય તે માટે પેટે પાટા બાંધી કરકસર કરી પોતાના બાળકને ભણાવ્યો અને આજે દોલારાણા વાસણાની હાઈસ્કૂલમાં ધોરણ 10માં પ્રથમ ક્રમે પાસ થઈ પોતાના મા-બાપને અમૂલ્ય ભેટ આપી તેના પિતા એ વધુ જણાવતા કહ્યું કે અમારો એક જ ઉદ્દેશ છે કે અમે ભલે સારું ભણી ના શક્યા પણ અમારા દીકરાને ભણાવવા માટે રાત દિવસ મહેનત કરીશું આ પરિણામ જે આવ્યું તેની પાછળ અમારી મહેનત સાથે સાથે તેની પણ એટલી જ મહેનત હતી અમારો પુત્ર છ થી સાત કલાક વાંચન કરતો હતો અમારે કોઈ દિવસ તેને ભણવા માટે કહેવું પડ્યું નથી તે પોતાની જાતે જ મહેનત કરતો અને અમારી મહેનત સાથે સાથે તેની મહેનત પણ આજે રંગ લાવ્યો છે આ વાત કરતા કરતા માતા – પિતાની આંખોમાંથી હરખના આંસુ વહી ગયા હતા એટલા માટે જ કહેવત છે કે જે મહેનત કરે છે તેને ફળ અવશ્ય મળે છે દોલારાણા વાસણાના આ વિદ્યાર્થી ઉપર થી ઘણું બધું શીખવા જેવું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએક્ઝીટ પોલ સાચા પડે કે ખોટા, પણ દેશમાં રાજકીય વમળો પેદા થવાના અણસાર છે
Next articleસી.જે.ચાવડાનો હુંકાર..! કેન્દ્રમાં તો UPA ની જ સરકાર બનશે