સિદ્ધપુર ખાતે પાટીદાર સમાજનું મહા સંમેલન પૂર્વ ઉપ મુખ્યમંત્રી નરહરી અમીનના અધ્યક્ષસ્થાને યોજાયું તેઓએ ભાર પૂર્વક જણાવ્યું કે પાટીદાર સમાજ હંમેશા ભાજપની પડખે ઉભો રહ્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને તેમજ વિવિધ યોજનાઓ થકી સમાજના વિવિધ વર્ગોને આપવામાં આવતા લાભો યાદ કરાવી સિદ્ધપુરમાં ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતને જંગી બહુમતી જીતાડવા માટે અપિલ કરી હતી.
ઉમેદવાર બલવંતસિંહે મહા સંમેલને સંબોધતા જણાવ્યુ હતું કે મારી જન્મભૂમિ અને મારી કર્મભૂમિ સિદ્ધપુર છે હું તમારો છુ અને તમારાથી જ મારું અસ્તિત્વ છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે ત્યારે સિદ્ધપુર નું પણ પ્રસ્તિત્વ જળવાઈ રહે અને સિદ્ધપુરના અવિરત વિકાસ માટે કમળને મત આપી મને વિજય બનાવશો. સંમેલનમાં ઉપસ્થિત સમગ્ર પાટીદાર સમાજે બે હાથ ઊંચા કરી ખાતરી આપવામાં આવી કે સમગ્ર પાટીદાર સમાજ આપની સાથે છે.
સમગ્ર પાટીદાર સમાજ દ્વારા બળવતસિંહને ખાતરી આપવામાં આવી હતી કે સમગ્ર પાટીદાર સમાજ આપની સાથે છે તેવો બધાએ એકમત થઇ હુંકાર ભર્યો હતો. બળવતસિંહએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સભામાં રાજ્યસભા સાંસદ નરહરિભાઈ અમીન , સિદ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિરણભાઈ શાસ્ત્રી, પાટીદાર સમાજના દરેક ગામોમાંથી પધારેલ આગેવાનો, કાર્યકરો, તેમજ યુવા મોરચા સંગઠન, તાલુકા ભાજપ સંગઠન, શહેર ભાજપ સંગઠન અને યુવાનો, ભાઈઓ – બહેનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.