Home દેશ દિલ્લી દુનિયાની પ્રથમ કોરોના Nasal Vaccine, જે બની શકે છે કોઇપણ વેક્સીનની બૂસ્ટર

દુનિયાની પ્રથમ કોરોના Nasal Vaccine, જે બની શકે છે કોઇપણ વેક્સીનની બૂસ્ટર

57
0

ભારત બાયોટેકની Nasal Vaccine iNCOVACC ને પ્રાઇમરી વેક્સીન અને બૂસ્ટર વેક્સીન બંને પ્રકારે ઉપયોગ કરી શકાશે. આ વેક્સીનને તાજેતરમાં જ 18 વર્ષથી ઉપરના તમામ લોકોમાં હેટેરોલોગસ બૂસ્ટર ડોઝ તરીકે મંજૂરી મળી હતી. તેનો અર્થ એ છે કે તમે કોઇપણ વેક્સીન લગાવી હોય તો પણ બૂસ્ટર ડોઝ તરીકે પણ ભારત બાયોટેકની નેજલ વેક્સીન લગાવી શકો છો.

ભારત બાયોટેકની iNCOVACC ને તાજેતરમાં જ પ્રાઇમરી કોરોના વાયરસ નેજલ વેક્સીન તરીકે મંજૂરી મળી હતી. આ વેક્સીન પણ બે ડોઝમાં આપવામાં આવશે. બંને ડોઝ 28 દિવસની અંદર જ આવશે. પ્રાઇમરી વેક્સીન તરીકે મંજૂરી મળ્યા પહેલાં આ વેક્સીનને 31 લોકો પર ટ્રાયલ કરવામાં આવી હતી.

આ ટ્રાયલ ભારતમાં 14 જગ્યાએ થયું હતું આ રીતે બૂસ્ટર ડોઝ તરીકે તેની કાર્યક્ષમતા જોવા માટે 875 લોકોમાં તેનું ટ્રાયલ થયું અને આ ટ્રાયલ 9 જગ્યાએ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઇએ કે એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 291 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા વધીને 4,46,71,853 થઇ ગઇ છે જ્યારે સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 5,123 થઇ ગઇ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે સવારે આઠ વાગે જાહેર આંકડા અનુસાર કેરલ દ્વારા સંક્રમણથી જીવ ગુમાવનાર લોકોની યાદીમાં બે ઉમેરાતા કુલ મૃતક સંખ્યા વધીને 5,30,614 થઇ ગઇ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર દેશમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા સંક્રમણના કુલ કેસોની સંખ્યાના 0.01 ટકા છે જ્યારે કોવિડ 10 થી સ્વસ્થ્ય થનાર લોકોનો રાષ્ટ્રીય દર વધીને 98.80 ટકા થઇ ગયો છે. ગત 24 કલાકમાં એડમીટ દર્દીઓની સંખ્યામાં 140 કેસનો ઘટાડો નોધાયો છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસિદ્ધપુરમાં ભાજપના ઉમેદવાર બળવતસિંહ રાજપૂતના સમર્થનમાં પાટીદાર સંમેલન યોજાયું
Next articleચીનમાં પોલીસ સામે બિન્દાસ ઉભેલી છોકરી દુનિયાભરમાં વાયરલ, લોકોએ કહ્યું- ટેંક લેડી