Home ગુજરાત વાંકાનેરના પીપળીયા નજીક રસ્તા પર રીવર્સ લેતા ટ્રેક્ટરે બાઈકને અડફેટે લીધું, બાઈક...

વાંકાનેરના પીપળીયા નજીક રસ્તા પર રીવર્સ લેતા ટ્રેક્ટરે બાઈકને અડફેટે લીધું, બાઈક સવારનું મોત

30
0

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ જવાના રસ્તા પાસે રીવર્સ આવતા ટ્રેક્ટરે બાઈકને અડફેટે લીધું હતું. જે અકસ્માતમાં બાઈક સવાર 47 વર્ષના આધેડનું મોત થયું હતુ. જે બનાવ મામલે હાલ પોલીસે વધુ તપાસ ચલાવી છે. વાંકાનેરના પીપળીયા રાજ ગામના રહેવાસી હુશેન વલીમાંમદ કડીવાર પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના ભાઈ અયુબ કડીવાર (ઉ.વ.૪૭) પોતાનું બાઈક લઈને તીથવા બોર્ડથી પીપળીયા તરફના રસ્તે આવતા હતા.

ત્યારે ટ્રેક્ટર જીજે 36 એએફ 2824 ના ચાલકે બેદરકારીપૂર્વક ટ્રેક્ટર રીવર્સ ચલાવી બાઈકને ઠોકરે ચડાવ્યું હતું. જે અકસ્માતમાં બાઈક સવાર અયુબ કડીવાર બાઈક પરથી પડી જતા ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે અકસ્માત બાદ આરોપી ત્યાંથી નાસી ગયો હતો.

વાંકાનેર તાલુકા પોલીસે ટ્રેક્ટરના ચાલક તીથવાના રહેવાસી મુસ્તુફા હાજી વકાલીયા વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશંખેશ્વરનાં બિલીયા રોડ ઉપર બે બાઇકો અથડાતા એકનું મોત
Next articleસિદ્ધપુરમાં ભાજપના ઉમેદવાર બળવતસિંહ રાજપૂતના સમર્થનમાં પાટીદાર સંમેલન યોજાયું