(G.N.S) Dt. 11
ગાંધીનગર,
રાજ્યભરમાંથી આવેલા હાથવણાટ, હેન્ડિક્રાફ્ટ, માતાની પછેડી,બાંધણી બનાવતા કલાકારો સાથે કર્યો સંવાદ
ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગુજરાત ટુરિઝમ દ્વારા યોજવામાં આવેલ પ્રદર્શન મંત્રીશ્રીએ નિહાળ્યું
VGGS-૨૦૨૪ અંતર્ગત હેલિપેડ,ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં આયોજિત દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’ની આજે સામાજિક ન્યાય અધિકારીતા અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રીએ”બ્લુ ઇકોનોમિ” થીમ પર પેવેલિયનની મુલાકાત લઈ ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને બંદર, જહાજ અને જળ માર્ગ મંત્રાલય દ્વારા યોજવામાં આવેલા આકર્ષણોને રસ પૂર્વક નિહાળ્યું હતું.
મંત્રીશ્રીએ આ વેળાએ ભારતના મહત્વના ૧૨ બંદરોની વર્ચ્યુઅલ રિયાલિટી(VR)ના માધ્યમથી રૂબરૂ જીવંત અનુભવ કરાવતી ફિલ્મ નિહાળી હતી. ગુજરાતનો વિશાળ ૧૬૦૦ કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે ત્યારે મત્સ્ય ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે મહત્વનું યોગદાન છે. વધુમાં મંત્રીશ્રીએ લોથલ ખાતે બનાવવામાં આવનાર મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષની માહિતી વર્ચ્યુઅલ રિયાલિટી (VR) દ્વારા રસપૂર્વક નિહાળી હતી.
મંત્રીશ્રીએ ગુજરાતની કલા વારસો અને સંસ્કૃતિને રજૂ કરતું પેવેલિયન નં ૪ની મુલાકાત લઈ, ગરવી ગુર્જરી દ્વારા ઊભા કરવામાં આવેલા સ્ટોલમાં હેન્ડિક્રાફ્ટ, માતાની પછેડી, બાંધણી વિશે જાણ્યું અને ચરખો ચલાવી કલાકારો સાથે સંવાદ કર્યો હતો.
મંત્રીશ્રીએ કચ્છ બળદિયા ગામના લક્ષ્મી વણકર મંડળીના વાલુંબેન બડાગા અને અમદાવાદના માતાની પછેડીના કલાકાર હેતલબેન પાસેથી માહિતી મેળવી હતી. વધુમાં મંત્રીશ્રીએ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગુજરાતના અંબાજી, ડાકોર, પાવાગઢ, સોમનાથ, દ્વારકા સહિતના મંદિરો સંદર્ભે ફિલ્મ અને વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા યોજવામાં આવેલા આકર્ષણો નિહાળ્યા હતા. આ જ પેવેલિયનમાં રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે જેના વિશે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી આર. આર. રાવલે મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.