Home ગુજરાત સાબરકાંઠા જિલ્લા કલેકટરની ઉપસ્થિતીમાં સશસ્ત્ર સેના ધ્વજદિનની કરાઇ ઉજવણી

સાબરકાંઠા જિલ્લા કલેકટરની ઉપસ્થિતીમાં સશસ્ત્ર સેના ધ્વજદિનની કરાઇ ઉજવણી

18
0

સાબરકાંઠા જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી સભાખંડ ખાતે સશસ્ત્ર સેવા ધ્વજદિનની ઉજવણી કરવામાં આવી હતી. શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરવા અને તેઓની સાથે એકાત્મતા સાધવા તેમજ માજી સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ અને પુનર્વસવાટની યોજનાઓમાં મદદ કરવા સશસ્ત્ર સેના ધ્વજદિન એક અનેરો અવસર પુરો પાડે છે. દર વર્ષે 7 ડિસેમ્બરના રોજ ભારત દેશમાં ઉજવવામાં આવે છે.

સશસ્ત્ર સેના ધ્વજદિન નિમિત્તે કલેકટરે પ્રથમ ડોનેશન આપીને સાબરકાંઠાવાસીઓને ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી હતી. લોકો દ્વારા અપાયેલો ફાળો માજી સૈનિકો, સ્વર્ગીય સૈનિકોની ધર્મપત્નીઓ અને તેઓના પરિવારજનોના હિતાર્થે સરકાર દ્વારા ધડાયેલા નીતિ નિયમો મુજબ ઉપયોગમાં લેવાય છે. આથી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીએ સર્વેને ઉદાર હાથે ફાળો આપવા માટે અપીલ કરતા જણાવ્યું હતું કે, છે જો આપ સશસ્ત્ર સેના ધ્વજદિન નિમિત્તે ફાળો આપવા ઇચ્છતા હોવતો ચેક અમે ડ્રાફ્ટ કલેક્ટર અને પ્રમુખ, સશસ્ત્ર સેના ધ્વજદિન ફંડ, સાબરકાંઠાના ખાતા નં 30915951546, SBI(main), હિંમતનગર(સા.કાં) બ્રાંચ કોડ-381, IFSC:SBIN0000381ના નામનો અથવા ઇન્ટરનેટ બેકિંગ, મોબાઇલ વોલેટ, ડિઝિટલ પેમેન્ટ એપ્સ(ફોન પે, ગુગલ પે) યુ.પી.આઇ. સર્વિસથી જિલ્લા સૈનિક કલ્યાણ અને યુનર્વસવાટ કચેરી, બ્લોક-સી-108, પ્રથમ માળ બહુમાળી ભવન જિલ્લા સેવા સદન સાબરકાંઠા હિંમતનગર 383001 ખાતે રોકડ જમા કરાવી શકાશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગઢ વિમળા વિદ્યાલયના 35 છાત્રોએ ઇન્ટર D.L.S.S. લીગ સ્પર્ધામાં જીત્યા 34 મેડલો
Next articleઉનાના અંજાર ગામ નજીક યુવાન પર બે શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો