Home મનોરંજન - Entertainment સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાનાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ થયું

સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાનાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ થયું

43
0

મુંબઈથી હૈદરાબાદ જઈ ટેકનિકલ ખામી સર્જાતા 30 મિનિટ બાદ ફરીથી મુંબઈમાં લેન્ડીંગ, મુસાફરોને ડરામણા અનુભવનો સામનો કરવો પડ્યો

(જી.એન.એસ),તા.૧૮

મુંબઈ,

સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાના અવારનવાર ચર્ચામાં રહે છે. રશ્મિકાએ એનિમલ ફિલ્મ દ્વારા પણ બોલિવુડ ચાહકોના દિલ જીતી લીધા છે. પરંતુ આ દરમિયાન રશ્મિકાએ પોતાનો એક ડરામણો અનુભવ શેર કર્યો છે. મુંબઈથી હૈદરાબાદ જઈ રહેલી અભિનેત્રીની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. રશ્મિકા મંદાનાએ શનિવારના રોજ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અભિનેત્રી શ્રદ્ધા દાસ સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં લખ્યું કે,”માત્ર તમારી જાણકારી માટે, આજે અમે મોતથી બચ્યા..”

સેફ લૈન્ડિંગ બાદ રશ્મિકા અને શ્રદ્ધાના ચેહરા પર ખુશી જોવા મળી રહી છે. સાથે તેમણે ફોટો પણ શેર કર્યો છે. એક રિપોર્ટ અનુસાર, રશ્મિકા મંદાના શ્રદ્ધા અને અન્ય પ્રવાસીઓને લઈ જઈ રહેલી એર વિસ્તારાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ મુસાફરોને ડરામણા અનુભવનો સામનો કરવો પડ્યો હતો અને બેસી રહેવું પડ્યું હતું. આ ફ્લાઈટ મુંબઈથી હૈદરાબાદ જઈ રહી હતી. ટેક્નિકલ ખામીના કારણે ફ્લાઇટનું 30 મિનિટ બાદ ફરીથી મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં મુસાફરોને કોઈપણ પ્રકારનું નુકસાન થયું ન હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશિલ્પા શેટ્ટીના બોડીગાર્ડે ફેન સાથે ખરાબ વર્તન કરતા અભિનેત્રીની પ્રતિક્રિયાનો વિડીયો વાઈરલ
Next articleબિઝનેસમેન હર્ષ ગોએન્કાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પોસ્ટ શેર કરતા થઇ વાઈરલ