Home મનોરંજન - Entertainment શિલ્પા શેટ્ટીના બોડીગાર્ડે ફેન સાથે ખરાબ વર્તન કરતા અભિનેત્રીની પ્રતિક્રિયાનો વિડીયો વાઈરલ

શિલ્પા શેટ્ટીના બોડીગાર્ડે ફેન સાથે ખરાબ વર્તન કરતા અભિનેત્રીની પ્રતિક્રિયાનો વિડીયો વાઈરલ

32
0

(જી.એન.એસ),તા.૧૮

મુંબઈ,

અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા તાજેતરમાં જ તેમના બાળકો વિયાન અને સમિષા સાથે ફેમિલી વેકેશન પર સિંગાપુર ગયા હતા. સ્ટાર કપલ 17 ફેબ્રુઆરીએ મુંબઈ પરત ફર્યું હતું અને એરપોર્ટ પર કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યું હતું. તે સમયે એરપોર્ટ પર એક દિવ્યાંગ ફેન સાથે શિલ્પા શેટ્ટીના બોડીગાર્ડે ખરાબ વર્તન કર્યું. તે જોઈ શિલ્પા શેટ્ટીએ જે કર્યું ફેન્સ વખાણ કરી રહ્યા છે જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. શિલ્પા શેટ્ટી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી અભિનેત્રીઓમાંની એક છે. શિલ્પા શેટ્ટી ફરી એકવાર પોતાના સ્વભાવના કારણે સોશિયલ મીડિયા પર ચાહકોમાં લોકપ્રિય બની છે. પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી મુક્ત થઈને શિલ્પા તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવીને પરત ફરી છે.

આ દરમિયાન તેનો એક વીડિયો ચર્ચામાં છે. ત્યાં હાજર પાપારાઝીઓએ શિલ્પા શેટ્ટીનો એક વીડિયો કેપ્ચર કર્યો છે, શિલ્પા શેટ્ટીતેના બોડીગાર્ડને ફેન્સ સાથે ખરાબ વર્તન કરવાને લઈને ટોકી રહી છે. આ વીડિયોમાં શિલ્પા શેટ્ટીનો પતિ રાજ ચાહકો સાથે ફોટો ક્લિક કરાવતો જોવા મળે છે. શિલ્પા શેટ્ટીના બોડીગાર્ડે એરપોર્ટ પર દિવ્યાંગ ચાહકનો હાથ ખેંચી તેને દૂર કરવા પ્રયાસ કર્યો. જે બાદ અભિનેત્રીએ તરત જ પોતાના બોડીગાર્ડને રોક્યો અને તેની સાથે આમ વર્તન ન કરવા ઠપકો આપ્યો. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં શિલ્પા શેટ્ટીનો બોડીગાર્ડ તેના ફેન્સને રાજ કુન્દ્રાથી દૂર લઈ જતો જોવા મળી રહ્યો છે, પરંતુ તે પછી અભિનેત્રી બોડીગાર્ડને ફેન્સ સાથે ખરાબ વર્તન કરતા રોકી ફેનને શેલ્ફી લેવા કહે છે. શિલ્પા શેટ્ટીની આ પ્રતિક્રિયા જોઈને લોકો તેના વખાણ કરતા થાકતા નથી. શિલ્પા શેટ્ટી હમેંશાથી તેમના ફેન્સની ચહીતી છે ત્યારે અભિનેત્રીનો આ અંદાજ જોઈ ફેન્સ ખુશ થઈ ગયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅંદામાનમાં અભિનેત્રી સોનાક્ષી સિંહાએ દરિયામાં સ્કુબા ડાઇવિંગની મજા માણી
Next articleસાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાનાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ થયું