Home હર્ષદ કામદાર સર્વિસિસ, ઓટો અને એફએમસીજી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ...

સર્વિસિસ, ઓટો અને એફએમસીજી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્…!!!

113
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૧૨.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૩૩૭.૮૧ સામે ૬૧૪૦૫.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૨૬૫.૩૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૭૯.૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૬૮.૩૮ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૮૦૬.૧૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૩૨૮.૬૫ સામે ૧૮૩૪૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૩૦૮.૬૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૦.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૦.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૪૯૯.૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અપેક્ષા મુજબ વધારો કરતાં અને અમેરિકામાં મંદીના વધતાં જતાં ફફડાટના પરિણામે ગત સપ્તાહે સાવચેતી સાથે ઉછાળે તેજીનો વેપાર હળવો થતો જોવાયો હતો. આ સાથે હવે ક્રિસમસની તૈયારી વચ્ચે ફોરેન ફંડોની સક્રિયતા ઘટવાના અંદાજોએ પણ તેજીના મોટા વેપારથી લોકલ ફંડો દૂર રહ્યા હતા, જો કે આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારોમાં આજે ફંડોએ સર્વિસિસ, ઓટો, એફએમસીજી, કંઝ્યુમર ડ્રિસ્કિશનરી અને પાવર શેરોમાં લેવાલી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણ જળવાયું હતું. ભારતમાં હવે આર્થિક સુધારાને ઝડપી આગળ વધારવાના સંકેત સાથે પીએસયુ બેંકોમાં ડિસઈન્વેસ્ટમેન્ટને વેગ આપવાના નિર્દેશ અને ફંડોએ આજે ઓટો, એફએમસીજી, સર્વિસ શેરોની આગેવાનીમાં ફરી તોફાની તેજી કરી હતી.

કંઝ્યુમર ડ્રિસ્કિશનરી, પાવર અને એનર્જી શેરોમાં ઓવરબોટ પોઝિશનમાં ફંડોએ શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગની તક ઝડપતાં અને મેટલ, ફાઈનાન્સિયલલ સર્વિસિસ, યુટિલિટીઝ, ઓઈલ એન્ડ ગેસ શેરોમાં પસંદગીની લેવાલીએ બીએસઇ સેન્સેક્સ ૪૬૮.૩૮ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૭૦.૬૫ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. અલબત શિયાળાના લઈ આગામી દિવસોમાં વિશ્વની ક્રુડની માંગ વધવાના અંદાજો વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે પ્રત્યાઘાતી સુધારામાં રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૪૩ લાખ કરોડ વધીને રૂ.૨૮૭.૯૫ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ પણ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૮૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૦૧ અને વધનારની સંખ્યા ૨૧૧૭ રહી હતી, ૧૬૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, સતત પાંચમા સપ્તાહે વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે. ૯ ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહ બાદ વિદેશી મુદ્રા ભંડાર ૨.૯૧ બિલિયન ડોલર વધીને ૫૬૪.૦૭ બિલિયન ડોલર પર પહોંચી ગયો છે. આરબીઆઇએ આ ડેટા જાહેર કર્યો છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, ૯ ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ્સ પણ ૩.૧૪ બિલિયન ડોલર વધીને ૫૦૦.૧૩ બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. ડોલરની મુદ્રામાં વિદેશી મુદ્રા ભંડારમાં યુરો પાઉન્ડ યેન જેવી વિદેશી ચલણની વધઘટની અસરને વિદેશી ચલણ અસ્કયામતો કહેવામાં આવે છે. આ દરમિયાન ગોલ્ડ રિઝર્વમાં ૦.૨૯ બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. અને તે ઘટીને ૪૦.૭૩ બિલિયન ડોલર થઈ ગયું છે. તે જ સમયે, સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સમાં ૬૧ મિલિયન ડોલરનો ઉછાળો આવ્યો છે અને તે ૧૮.૧૦ અબજ ડોલર થઈ ગયું છે.

વિશ્વ બેંકના અહેવાલનો ઉલ્લેખ કરતા, તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, વિશ્વમાં સૌથી વધુ વિદેશી મુદ્રા ભંડાર ભારતમાં છે અને તે કોઈપણ વૈશ્વિક સંકટનો સામનો કરવા માટે પૂરતો છે. જો આપણે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં મોટા વધારાના કારણો પર નજર કરીએ તો એવું માનવામાં આવે છે કે, તાજેતરના સમયમાં આરબીઆઈએ ડોલરની જબરદસ્ત ખરીદી કરી છે. તે જ સમયે, ઓકટોબર ૨૦૨૧માં, વિદેશી મુદ્રા ભંડાર ૬૪૫ બિલિયન ડોલર હતું. પરંતુ, રૂપિયાને ઘટતા બચાવવા માટે, આરબીઆઈ ડોલરનું વેચાણ કરી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field