(S.yuLk.yuMk)LÞw rËÕne,íkk.27
ઑલિમ્પિક્સ અને વર્લ્ડ ચૅમ્પિયનશિપની સિલ્વર મેડલિસ્ટ બૅડ્મિન્ટન ખેલાડી પી. વી. સિંધુનું એવું માનવું છે કે ત્રણ મહિનામાં સર્વિસને લગતો જે નવો નિયમ પ્રાયોગિક ધોરણે લાગુ પડવાનો છે એ ઑલ ઇંગ્લૅન્ડ ઓપન ચૅમ્પિયનશિપને બદલે બીજી કોઈ સ્પર્ધાથી લાગુ થવો જોઈતો હતો. સિંધુ એવું પણ માને છે કે આ નવા નિયમ વિશે તે ખાસ કંઈ ચિંતિત નથી અને એ નિયમ તેના માટે સમસ્યારૂપ નહીં બને. પ્લેયર જ્યારે સર્વ કરે (સર્વિસ કરે) ત્યારે તેણે શટલ કૉક બૅડ્મિન્ટન કોર્ટની સપાટીથી કેટલો ઉપર હોવો જોઈએ એ વિશે નવો નિયમ બન્યો છે. આ નિયમ એવો છે કે ‘ખેલાડી જ્યારે સર્વિસ કરે ત્યારે તે પોતાના રૅકેટથી જે શટલ કૉકને ફટકારવાની તૈયારીમાં હોય એ કૉક અને બૅડ્મિન્ટન કોર્ટની સપાટી વચ્ચે ૧.૧૫ મીટરનું અંતર હોવું જોઈએ.’
સિંધુએ અહીં પત્રકારોને જણાવ્યું હતું કે ‘ઑલ ઇંગ્લૅન્ડ ચૅમ્પિયનશિપ દરેક માટે ખૂબ પ્રતિષ્ઠિત સ્પર્ધા કહેવાય અને એને બદલે બીજી કોઈ ટુર્નામેન્ટમાં નવો નિયમ લાગુ પડવો જોઈતો હતો. મારી સર્વિસને લાગે વળગે છે ત્યાં સુધી મને નવા નિયમની કોઈ ચિંતા નથી. મારા માટે એ પ્રૉબ્લેમ નહીં બને. થોડી વધુ પ્રૅક્ટિસ કરીશ એટલે ફાવી જશે.’
સિંધુએ ૨૦૧૮ના નવા વર્ષના મુદ્દે જણાવ્યું હતું કે ‘આગામી વર્ષ ખૂબ જ બિઝી રહેવાનું છે. શેડ્યુલ ઘણું વ્યસ્ત રહેશે. એ બહાર પડી ચૂક્યું છે એટલે હવે કંઈ બીજું કંઈ થઈ શકે એમ નથી. આ વર્ષ દરમિયાન વર્લ્ડ ચૅમ્પિયનશિપ, એશિયન ગેમ્સ અને કૉમનવેલ્થ ગેમ્સ રમાવાની છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.