સોમવારે કુલભૂષણ જાધવની તેના માતા અને પત્ની સાથે મુલાકાત કરાવવામાં પાકિસ્તાને દાખવેલી કૃપણ માનવતાની પીડાનો પડાવ હદયમાં હતો, પરંતુ સરહદ પર ભારતીય લશ્કરે એલઓસીની હદ ઉલ્લંઘીને કરેલા શસ્ત્ર પ્રહારમાં ચાર પાક. સૈનિકોના ઢીમ ઢાળીને સુખેથી, સલામત રીતે પાછા ફરતા હૈયે થોડી ટાઢક થઇ હશે, ભારતની પ્રજાને! બીજું કારણ એ પણ હતું કે, સરહદ પર પેટ્રોલિંગ કરતા ભારતીય જવાનો પર હૂમલો કરીને પાકિસ્તાન લશ્કરે તેમને શનિવારે જ શહીદ બનાવ્યા હતા એને હજુ બે દિવસ જ થયા હતા, અને ભારતીય જવાનો ત્રાટક્યા! બેશક, આ ભારતીય લશ્કર દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક જ હતી. ભારતીય લશ્કરે પાકિસ્તાનને તેની દવાનો જ ડોઝ આપ્યો છે. શનિવારે શહીદ થયેલા ચાર ભારતીય જવાનોનો એક રીતે જોઇએ તો બદલો લઇને પાકિસ્તાનના ચાર જવાનોને આખરી અંજામ પર પહોંચાડી દીધા ભારતીય જવાનોએ. બીજી રીતે જોઇએ તો પ્રથમ સર્જિકલ સ્ટ્રાઇકની ભારતના લશ્કરે એનીવર્સરી ઉજવી ગણાય. હા, ઉરીના ઘાતકી મૃત્યુકાંડના પગલે ભારતીય લશ્કરે ડિસેમ્બર, ૨૦૧૬માં સરહદ પાર કરીને સંખ્યાબંધ આતંકવાદી છાવણીઓ ધ્વસ્ત કરી હતી અને પાક. સૈનિકોનાં ઢીમ ઢાળી સમગ્ર વિશ્ર્વને ભારતીય લશ્કરની તાકાતનાં દર્શન કરાવ્યાં હતાં.
ઉરીમાં મચાવેલા આતંકને યાદ કરીએ છીએ તો હજુ પણ આંખમાં ખુન્નસ ઊભરાય છે. પાક. કબજાના કાશ્મીરમાંથી ઉરી ખાતેની લશ્કરી છાવણીમાં ઘૂસીને આતંકવાદીઓ એ ભારતના ૧૯ સૈનિકોની હત્યા કરી હતી. ત્યાર પછીના અગિયાર દિવસે, આજ દિવસે ભારતીય લશ્કરે ‘સર્જિકલ સ્ટ્રાઇક’ કરીને આતંકવાદીઓના સાત અડ્ડા ધ્વસ્ત કર્યા હતા. આ વખતે સ્થળ બદલાયું છે. શ્રીનગરના ચીનાર પટ્ટાની લશ્કરી ટુકડીએ પોતાનું કૌવત બતાવ્યું છે. સોમવારે રાત્રે પુંછ નજીકના રાવલકોટ સેક્ટરમાં એલઓસી ઓળંગીને ઇમ્પ્રુવાઇઝડ એક્સપ્લોઝીવ ડિવાઇસ, પાકિસ્તાનના રાવલકોટ ક્ષેત્રમાં ગોઠવીને ચાર નાપાક સૈનિકોને ઉડાડી દીધા હતા. અન્ય કેટલાક જખમી પણ થયા છે. આને આપણે બદલો ગણીએ તો બદલો અને પ્રથમ સર્જિકલ સ્ટ્રાઇકની વાર્ષિક તીથિ ગણીએ તો તેમ!
છેલ્લા છ મહિનામાં ભારતીય દળોએ, પાકિસ્તાનની બોર્ડર એટેક ટીમને, પાકિસ્તાની જવાનો દ્વારા કરવામાં આવતા ગોળીબાર અંગે ચેતવણી પણ આપી હતી અને પાકિસ્તાની જવાનો દ્વારા કરવામાં આવતા અળવીતરાના એલઓસીની સરહદ પર જવાબ પણ આપ્યા હતા. આજે માત્ર ભારતનું લશ્કર કે ભારતની જનતા કે સરકાર કે પછી અમેરિકા જેવું રાષ્ટ્ર એક જ બાબત વિચારે છે કે “આ પાકિસ્તાનને સમજાવવું કઇ રીતે? નથી લાગતું કે એ “લાતોં કે ભૂત જ છે? સર્જિકલ સ્ટ્રાઇક દર વર્ષે નહીં પણ, દરેક ‘સીઝફાયર’ના ભંગ વખતે કરવી જરૂરી છે! વિનાશનો પરચો બતાવવામાં આવશે તો, કદાચ બે પગ વચ્ચે પૂંછડી દબાવશે. નહીં તો એ હડકાયા કૂતરાની માફક પૂછડી ઘૂરક્યા જ કરશે! સંરક્ષણ અધિકારીઓએ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામનને સર્જિકલ સ્ટ્રાઇકની એનીવર્સરી અંગે કંઇ જ જણાવ્યું નહોતું જમ્મુ અને કાશ્મીરની તેમની પ્રથમ મુલાકાતે આવેલાં સંરક્ષણપ્રધાનની ત્યાં હાજરી હતી એ યોગાનુયોગ હતો. ચીનાર ક્ષેત્રના લે. જનરલ જે. એસ.સંધુએ તેમના દળના જવાનોએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇક બદલ ગૌરવ વ્યક્ત કરીને તેમણે ટ્વીટ કરેલા મેસેજમાં કવિ દિનકરની એક કાવ્યપંક્તિનો ભાવાર્થ મૂકીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે “વાસ્તવિકતા એ છે કે, વ્યક્તિની તાકાત અને ક્ષમતામાં જ વિનમ્રતાનો ચળકાટ હોય છે! માત્ર વ્યક્તિની પ્રતિષ્ઠા જીત મેળવવાની ક્ષમતામાં છે.
જોકે, ગયા વર્ષની માફક, ભારતીય જવાનો સીમા પાર કરીને દૂર સુધી નહોતા ગયા, પણ દુશ્મન દેશ તરફથી થઇ રહેલા ગોળીબારનો જવાબ આપતાં આપણને પણ આવડે છે, અને એ જ કરી બતાવ્યું છે. આ કાર્યવાહીમાં પાકિસ્તાનની કેટલીક લશ્કરી છાવણીઓ પણ ધ્વસ્ત થઇ છે અને કેટલાક જવાનો અત્યંત જખમી પણ થયા હોવાનું પાક. લશ્કરના ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સે પણ કબૂલ્યું છે. આ ઓપરેશન પાક. કબ્જા વાળા કાશ્મીરમાં ૫૯ બલુચ યુનિટના ૧૨ નંબરના ડિવિઝનમાં કરવામાં આવ્યું છે. બહુ નુકસાન કરતું રહ્યું છે, પાકિસ્તાન. તેને સબક શીખવાડવા આટલું પૂરતું નથી! (S.yuLk.yuMk)
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.