Home ગુજરાત સરકારની વિકાસ યોજનાઓને જન- જન સુધી પહોંચાડતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગાંધીનગર...

સરકારની વિકાસ યોજનાઓને જન- જન સુધી પહોંચાડતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગાંધીનગર તાલુકાના વાસણ ગામે પહોંચતા ધારાસભ્યશ્રી રીટાબેન પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરાયું

12
0

………………………….

‘આયો રે શુભ દિન આયો રે’ ના સુર રેલાવી પુષ્પ વર્ષા સાથે વિકાસ રથનું પરંપરાગત રીતે સ્વાગત કરતા વાસણના ગ્રામજગ્રામજનો

……………………………………………….

વાસણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મહિલા સશક્તિકરણ અંતર્ગત મહિલા સાહસિકોનું વિશેષ સન્માન કરાયું

……………………………………….

(જી.એન.એસ),તા.૧૩

ગાંધીનગર,

સરકારની વિકાસ યોજનાઓને જન- જન સુધી પહોંચાડતી અને વિકાસમાં જનભાગીદારીના ઉદ્દેશ સાથે યોજાનાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભ આપવા જરૂરત મંદોના ઘર આંગણે પહોંચી રહી છે. આ વિકાસ યાત્રામાં આધાર રૂપ સરકારશ્રના સંકલ્પોમાંથી ચાર સંકલ્પ એટલે ગરીબી દૂર કરવી, સ્વરોજગારી આપવી, મહિલા સશક્તિકરણ અને ખેડૂતોનો ઉદ્ધાર છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન સમયે વાસણ ગ્રામજનો દ્વારા અનોખી ઉજવણી કરી સરકારના મૂળ ચાર સંકલ્પો થકી ત્રીજો સંકલ્પ મહિલા સશક્તિકરણને મધ્યમાં રાખી ગામની દીકરીઓ દ્વારા તલવારબાજી  પ્રસ્તુત કરાઈ હતી. ઉપરાંત અલગ અલગ ક્ષેત્રે સફળ મહિલા સાહસિકોનું પણ આ તકે સન્માન કરાયું હતું.                                       

આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે વાસણ ગામ એ ખરેખર વિકસિત ગામ છે. કારણ કે વાસણ ગામના સરપંચ, તલાટી, ગ્રામ સેવકની સુચારું કામગીરીના પરિણામે આજે મહત્વની ગણી શકાય તેવી યોજનાનો સોએ સો ટકા લાભ વાસણ ગામને મળી ચૂક્યો છે. વાસણ ગામમાં સો ટકા આયુષ્માન કાર્ડની કામગીરી પણ પૂર્ણ કરી છે.જેથી ગામમાં હવે પાત્રતા ધરાવતા એક પણ એવા પરિવાર બાકી નથી જ્યાં અચાનક આવીપડેલી બીમારી માટે આર્થિક ચિંતા કરવી પડે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે વાસણ ગામના મોટાભાગના લોકો જ્યારે ખેતી સાથે સંકળાયેલા છે, ત્યારે હવે ગામને દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે પણ જરૂરી છે.તેમણે જણાવ્યુ હતુ કે ખેતી એ વિકસિત ભારતનો એક મુખ્ય પાયો છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધુંધ ઉપયોગથી ભયંકર રોગોનો સામનો કરવા સાથે જમીન પણ બંજર થતી જાય છે.રાસાયણિક ખેતીના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવા  જરૂરી છે કે, આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીએ અને આપણા આરોગ્યની કાળજી લઈ સાથે સાથે ધરતીનું જતન સંવર્ધન કરીએ. તેમણે મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપી ગામની મહિલાઓને માન સન્માન આપવા બદલ ગ્રામ પંચાયત વાસણા ના સભ્યોને બિરદાવ્યા હતા                

આ તકે વાસણ ગ્રામ પંચાયતને આયુષ્માન કાર્ડ, જલ જીવન મિશન અંતર્ગત હર ઘર જલ, ઘર ઘર શૌચાલય,સ્વચ્છ ગામ અંતર્ગત ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન જેવી યોજનાઓ અંતર્ગત સો ટકા કામગીરી પૂર્ણ કરવા બદલ અભિનંદન પત્ર એનાયત કરાયા હત. સાથે સાથે વિકસિત ભારત અંતર્ગત ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓ, ગામમાં સૌથી સ્વસ્થ બાળક, ગામના સફળ મહિલા સાહસિકો અને ગામ માટે નિસ્વાર્થ ભાવે કર્મ કરનાર લોકોનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતુ.                  

વિકાસયાત્રા અંતર્ગત સૌથી મહત્વના બે ભાગ એટલે ‘ધરતી કહે પુકાર કે’ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ અને ‘મેરી જુબાની મેરી કહાની’  અંતર્ગત લાભાર્થીઓના શબ્દોમાં લાભાર્થીઓની વાત. જેમાં વાસણ પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી ધરતીની પીડાને શબ્દશ: લોકો સુધી પહોંચાડતી કૃતિ પ્રસ્તુત કરાઈ હતી. જ્યારે ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત ગાંડાભાઈ પ્રજાપતિ દ્વારા આયુષ્માન કાર્ડનો લાભ, લાલસિંહજી વાઘેલા દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના, રબારી ગફુરભાઈ દ્વારા સોઇલ હેલ્થ કાર્ડ તથા પ્રાકૃતિક ખેતી અને ઠાકોર તુલસી બેન દ્વારા પૂર્ણા શક્તિ યોજના હેઠળ પોષણની વાત તેમના શબ્દોમાં રજૂ કરાઈ હતી.આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને ગ્રામજનોએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવામાં પોતાનું યોગદાન આપવાના શપથ ગ્રહણ કર્યા હતા.                      

સમગ્ર કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત સદસ્યશ્રી હંસાબેન પટેલ, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખશ્રી દીપ્તિબેન વાઘેલા, ટીડીઓશ્રી મલય ભુવા અને , ગામના સરપંચશ્રી વિજય સિંહજી વાઘેલા, ડેપ્યુટી સરપંચશ્રી  રંજનાબેન વાઘેલા, ગાંધીનગર તાલુકા વહીવટી તંત્ર તથા અન્ય મહાનુભાવો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત 15 ડિસેમ્બરે “લિવેબલ સીટીઝ ઓફ ટુમોરો” પર પ્રી-વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરશે
Next articleવિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત  : આજે દહેગામ તાલુકાના હાથીજણ ગામ ખાતે આયુર્વેદ અને હોમિયોપેથિકના નિઃશુલ્ક મેગા નિદાન કેમ્પનું આયોજન