Home ગુજરાત ગુજરાત 15 ડિસેમ્બરે “લિવેબલ સીટીઝ ઓફ ટુમોરો” પર પ્રી-વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરશે

ગુજરાત 15 ડિસેમ્બરે “લિવેબલ સીટીઝ ઓફ ટુમોરો” પર પ્રી-વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરશે

14
0

*

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી શ્રી કૌશલ કિશોર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

*

વિવિધ સંસ્થાઓ, ઉદ્યોગ અગ્રણીઓ, શિક્ષણવિદો, સરકારી અધિકારીઓ સહિત 800થી વધુ વૈશ્વિક સહભાગીઓ હાજર રહેશે

*

48% શહેરીકરણ સાથે, ગુજરાત “લિવેબલ સીટીઝ ઓફ ટુમોરો” બનવા તરફ આગળ વધી રહ્યું છે

*

(જી.એન.એસ),તા.૧૩

ગાંધીનગર,

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS 2024) ની 10મી આવૃત્તિના પૂર્વાર્ધરૂપે, ગુજરાત સરકારનો શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય ભાગીદાર સંસ્થાઓના સહયોગથી ગાંધીનગર ખાતે 15 ડિસેમ્બર 2023ના રોજ “લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો” (આવતીકાલના વસવાટ લાયક શહેરો) વિષય પર પ્રી-ઇવેન્ટ સમિટ આયોજિત કરવા માટે તૈયાર છે.

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી શ્રી કૌશલ કિશોર સાથે સમિટનું ઉદ્ઘાટન કરશે. આ સમિટમાં NIUA, C40, CEDAI, AIILSG, ICLEI, CEPT, યુનિસેફ (UNICEF) ઇન્ડિયા, વર્લ્ડ બેંક, એલુવિઅમ ગ્રુપ, સિટીબ્લોબ, વિવિધ નોલેજ ફોરમ જેવી પ્રખ્યાત સંસ્થાઓના તેમજ એકેડેમીયા અને રિસર્ચ સંસ્થાઓના પ્રતિષ્ઠિત વક્તાઓ હાજર રહેશે. વક્તાઓ તરીકે આ પ્રતિષ્ઠિત વ્યક્તિઓની સહભાગિતા સમિટમાં એક અનન્ય પરિપ્રેક્ષ્ય ઊભું કરશે, જે આપણા શહેરોની લિવેબિલિટી વધારવાના આપણા સામૂહિક પ્રયાસોમાં વૈવિધ્યસભર દ્રષ્ટિકોણ સુનિશ્ચિત કરશે.

VGGS 2024ના પૂર્વાર્ધરૂપે, ગુજરાત સરકારે અત્યાર સુધીમાં સિરામિક્સ, ટેક્સટાઇલ, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, બાયોટેક્નોલોજી, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં 8 પ્રી-વાઇબ્રન્ટ સમિટનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. નાગરિકલક્ષી રાજ્ય તરીકે આગળ વધીને, ગુજરાત “લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો” માટે નવીન પહેલો રજૂ કરવા પ્રતિબદ્ધ છે.

આજે, વિશ્વમાં પહેલા કરતા વધુ શહેરીકરણ થઈ રહ્યું છે, જેમાં વિશ્વની અડધાથી વધુ વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે. અનેક અંદાજો દર્શાવે છે કે 2050 સુધીમાં શહેરોમાં વિશ્વની લગભગ બે તૃતીયાંશ વસ્તી વસવાટ કરશે. એક તરફ શહેરો વૈશ્વિક જીડીપીમાં નોંધપાત્ર યોગદાન આપવાની સાથે વિકાસ, વેપાર અને સંસ્કૃતિના એન્જિન તરીકે કામ કરે છે, તો બીજી બાજુ શહેરો ઉચ્ચ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન, આબોહવા પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ)ની નબળાઇઓ, સામાજિક-આર્થિક અસમાનતા અને ગીચ વિસ્તારોમાં વસવાટ જેવા પડકારોનો પણ સામનો કરે છે.

વિશ્વની અડધાથી વધુ વસ્તી શહેરોમાં રહેતી હોવાથી, આજે અભૂતપૂર્વ રીતે શહેરીકરણ થઈ રહ્યું છે અને 2050 સુધીમાં શહેરોની વસ્તી બે તૃતીયાંશ સુધી પહોંચશે. વિકાસ માટે શહેરો મહત્વપૂર્ણ હોવા છતાં, તેઓ વાયુ ઉત્સર્જન અને સામાજિક-આર્થિક અસમાનતા જેવા પડકારોનો સામનો કરે છે. ગુજરાત, ઔદ્યોગિક પાવરહાઉસ હોવાની સાથે સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ દ્વારા ફ્લેક્સિબલ શહેરી વિકાસ ધરાવે છે. ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટ અને વેસ્ટ પ્રેક્ટિસિસ સાથે લેન્ડ પૂલિંગ અને ટ્રાન્ઝિટ-ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ જેવા કોન્સેપ્ટ્સ, ફ્લેક્સિબલ અને ટકાઉ શહેરો બનાવવાની ગુજરાતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

નોંધનીય છે કે ગુજરાતમાં અંદાજે 48% શહેરીકરણ છે, અને 2035 સુધીમાં આ આંકડો 60% થી વધુ થવાની ધારણા છે. રાજ્ય વ્યૂહાત્મક શહેરી આયોજન અને ડિઝાઇન, કાર્યક્ષમ કચરાના વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરીને અને ગ્રીન સ્પેસની સ્થાપના સાથે શહેરી વિકાસ માટે સતત ટકાઉ મોડલને સક્રિયપણે અપનાવી રહ્યું છે. ગિફ્ટ સિટી અને ડ્રીમ સિટી જેવી નોંધપાત્ર પહેલો ભવિષ્યલક્ષી અર્બન સેન્ટર્સની રચના માટે ગુજરાતના સમર્પણનું ઉદાહરણ આપે છે, જે શહેરોના કોન્સેપ્શન (અવધારણા), પરસેપ્શન (સમજ) અને ડેવલપમેન્ટ (વિકાસ)માં ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસિસને હાઇલાઇટ કરે છે.

આ સમિટનો ઉદ્દેશ શહેરોની લિવેબિલિટી (રહેવાની યોગ્યતા)માં વધારો કરતી સંસ્થાઓના 15 પેનલિસ્ટ સહિત લગભગ 800 વૈશ્વિક સહભાગીઓ સાથે શહેરો અને ઈનોવેટર્સ માટે તેમના કાર્યને પ્રદર્શિત કરવા અને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 પહેલા આર્થિક અને વ્યાપારી તકોને એક્સપ્લોર કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપવાનો છે. સાથે આ પ્રિ-સમિટનો ઉદ્દેશ શહેરના નેતાઓ (મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર), અભ્યાસીઓ, શિક્ષણવિદો, ઉદ્યોગ નિષ્ણાતો અને નોલેજ સિકર્સને એકસાથે લાવવાનો છે.

ત્રણ સત્રની આ સમિટમાં રહેવા યોગ્ય શહેરોની ડિઝાઇનથી માંડીને ટકાઉ ફાઇનાન્સિંગ સાધનો, ડિજિટલાઇઝેશન, રહેવાની યોગ્યતાને માપવી અને રોકાણ કરી શકાય તેવા શહેરો જેવા કોર કોન્સેપ્ટ્સનો અમલ કરવા સુધીના વિષયોને આવરી લેવામાં આવશે. વધુમાં, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ઊંચી બિલ્ડીંગો સંબંધિત મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર કરવાનું આયોજન છે, જે નવીન અને સુરક્ષિત શહેરી વિકાસ માટેની ગુજરાતની પ્રતિબદ્ધતામાં વધુ એક પરિમાણનો ઉમેરો કરશે. વધુમાં, “GujFireSafetyCoP” (ગુજફાયર સેફ્ટીકોપ) જેવા એક આધુનિક અને વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ ફાયર સેફ્ટી ઇ-પોર્ટલનું લોન્ચિંગ, ગિફ્ટ સિટી વિસ્તૃત વિસ્તારના ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાનનું અનાવરણ અને માનનીય મુખ્યમંત્રી દ્વારા ડ્રાફ્ટ ડેવલપમેન્ટ વાટાઘાટો, દૂરંદેશી શહેરી આયોજન પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતાને વધુ રેખાંકિત કરશે. એક્ઝિબિશનમાં ગુજરાત અને યુનિસેફ, ICLEI, AIILSG જેવી સંસ્થાઓના કોર્પોરેશન્સને ફીચર કરવામાં આવશે, જેઓ તેમની શ્રેષ્ઠ પહેલો અને ઇનોવેશન્સનું પ્રદર્શન કરશે. આ કાર્યક્રમ ભારતમાં અમલમાં મૂકાયેલ લિવેબિલિટી ઇનિશિયેટિવની ઉજવણીના સત્ર સાથે સમાપ્ત થશે.

આ સમિટ લિવેબિલિટી એટલે કે રહેવાની યોગ્યતાના ઉચ્ચતમ ધોરણોને સ્થાપિત કરવા માંગતા શહેરી વહીવટીતંત્ર દ્વારા સામનો કરવામાં આવતા મુખ્ય પડકારો અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓને પ્રોત્સાહન આપવા માટે એક મંચ પૂરો પાડશે. આ સમિટમાં આપણા શહેરોને વધુ વાયબ્રન્ટ અને રહેવા યોગ્ય બનાવવાના હેતુથી વૈવિધ્યસભર પરિપ્રેક્ષ્યો અને નવીન વિચારોને સામે લાવવા માટે કેટલાક યુનિક સત્રો યોજવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત : વિવિધ ક્ષેત્રે એક જ દિવસમાં રૂ. ૧ લાખ કરોડના સંભવિત રોકાણ સાથે ૨૩ MoU સંપન્ન, ૭૦ હજાર રોજગાર સર્જન અપેક્ષિત
Next articleસરકારની વિકાસ યોજનાઓને જન- જન સુધી પહોંચાડતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગાંધીનગર તાલુકાના વાસણ ગામે પહોંચતા ધારાસભ્યશ્રી રીટાબેન પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરાયું