Home દેશ - NATIONAL સમસ્યાનો ઉકેલી સાથે મળીને લાવવા અમિત શાહની કાશ્મીરીઓને અપિલ

સમસ્યાનો ઉકેલી સાથે મળીને લાવવા અમિત શાહની કાશ્મીરીઓને અપિલ

368
0

જી.એન.એસ, તા.૧ જમ્મુ
કાશ્મીરમાં ૨૦૧૫માં ભાજપ અને પીડીપીની મિશ્ર સરકાર રચાયા પછી ભાજપનાં અધ્યક્ષ અમિત શાહ પહેલી વખત કાશ્મીરની મુલાકાતે ગયા છે. તેમણે શનિવારે ભાજપનાં પ્રધાનો સાથે મિટિંગ કરી હતી અને તેમને કાશ્મીરનાં લોકોને મળીને તેમની સમસ્યાઓ ઉકેલવાનું લેશન આપ્યું હતું. ભાજપનાં પ્રધાનોનો ક્લાસ લઈને તેમણે કાશ્મીર ઘાટીમાં તમામ સ્થળે ફરીને લોકોને મળવાની અને તેમની સમસ્યાઓ ઉકેલવાની સલાહ આપી હતી. પાર્ટીનો પાયો મજબૂત બનાવવા તેમણે પ્રધાનોને આદેશ આપ્યો હતો. કાશ્મીરના રાજ્યપાલ એન એન વોહરા લોકસભાની પેટાચૂંટણી વખતે થયેલી હિંસાને કારણે કાશ્મીર ખીણમાં સર્જાયેલી સ્થિતિની માહિતી આપવા દિલ્હી ગયા છે ત્યારે અમિત શાહનો કાશ્મીર પ્રવાસ સૂચક છે. વોહરા મંગળવારે કેન્દ્રિય ગૃહ પ્રધાનને મળીને રાજ્યની સ્થિતિથી તેમને માહિતગાર કરશે.
જમ્મુનાં નૌશેરાથી ચૂંટાયેલા ભાજપનાં ધારાસભ્ય રવિન્દર રૈનાનાં જણાવ્યા મુજબ શાહે તમામ પ્રધાનોને ફક્ત તેમનાં મતવિસ્તારમાં જ નહીં પરંતું કાશ્મીરનાં અંતરિયાળ વિસ્તારમાં જઈને લોકોની સમસ્યા જાણવા કહ્યું હતું.
કાશ્મીરમાં અશાંતિ અને હિંસા મામલે ભાજપ અને પીડીપી વચ્ચે જ્યારે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે શાહની મુલાકાત ઘણી મહત્વની છે. બંને પક્ષો વચ્ચેનું ગઠબંધન ભંગાણને આરે હોવાની વાતો ચાલી રહી છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેવી ચર્ચાઓ થઈ રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતાલોકમાં મહિલાને ત્રણ શખ્સોએ માર માર્યો
Next article’પાઇરેટ્‌સ ઑફ ધ કેરેબિયન ૫’ હિન્દી વર્ઝનમાં જેક સ્પૈરોને અવાજ આપશે અરશદ વારસી